સ્વર્ણિમ ગુજરાત નિમિત્તે GLA દ્વારા યોજાયેલી એક અત્યંત સફળ યાદગાર ઘટના
Posted by ઊર્મિ on July 16, 2010
આપ સૌને જાણ હશે જ કે સ્વર્ણિમ ગુજરાત નિમિત્તે જુલાઈની 3જી થી 11મી સુધી પરમ પૂજ્ય શ્રી મોરારીબાપુની રામકથાનું આયોજન રેરીટન સેંટર, એડિસન, ન્યુ જર્સી ખાતે કરવામાં આવ્યું હતું. માત્ર પાંચ અઠવાડિયામાં ગુજરાતી લિટરરી એકેડેમી દ્વારા શ્રી રામ ગઢવીનાં નેતૃત્વ હેઠળ શિઘ્ર યોજાઈ ગયેલી આ રામકથા દરમ્યાન જુલાઈની 5મી થી 10મી સુધી રોજ સાંજે સાહિત્યીક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રામકથા ખૂબ જ સુંદર રીતે પરિપૂર્ણ થઈ હતી અને સાંજ વેળાનાં તમામ કાર્યક્રમો પણ અત્યંત સફળ રહ્યા હતા. રામકથા દરમ્યાન તેમ જ સાંજનાં કાર્યક્રમોનું સંચાલન અંકિત ત્રિવેદી અને ચંદ્રકાંત શાહે મળીને ખૂબ જ સુંદર રીતે કર્યુ હતું.
લોકસંગીતનાં કાર્યક્રમનું સંચાલન શ્રી બળવંતભાઈ જાનીએ એમની શૈલીમાં સરસ રીતે કર્યું હતું. સુગમ સંગીતનો કાર્યક્રમ પણ ખૂબ જ સુંદર રહ્યો હતો. કવિસંમેલનનું સંચાલન ચંદ્રકાંતભાઈએ એમની અદાથી કર્યું હતું જેમાં અંકિતે પણ એમને સાથ આપ્યો હતો. ‘મરીઝથી મેઘાણી સુધી’ કાર્યક્રમમાં પ્રવચન-પઠન અને સંગીતનો સુમેળ ખૂબ જ અસરકારક રહ્યો હતો. ગરબા-રાસમાં પણ લોકોને ખૂબ જ મજા આવી હતી. આખા કાર્યક્રમનું આયોજન કરવામાં GLAને ઘણા લોકો અને સંસ્થાઓએ સાથ આપ્યો હતો, જેને માટે GLAનાં પ્રમુખ અને કમિટી સભ્યો સૌનો ખૂબ જ આભાર માને છે.
શ્રીરામકથા અને સાંજનાં કાર્યક્રમોને સુંદર, સફળ અને એક યાદગાર ઘટના બનાવવામાં શ્રી સુનીલ નાયકનો ફાળો પણ ખૂબ જ મહત્ત્વનો રહ્યો હતો… રામકથાનાં છેલ્લા દિવસે રામકાકા અને સુનીલભાઈને એકબીજાને મિઠાઈ ખવડાવીને સમગ્ર કાર્યક્રમોની સફળતાની ખુશી પ્રગટ કરી હતી.
* * *
6 Responses to “સ્વર્ણિમ ગુજરાત નિમિત્તે GLA દ્વારા યોજાયેલી એક અત્યંત સફળ યાદગાર ઘટના”
Sorry, the comment form is closed at this time.




Dilip Gajjar said
Dear Urmi, Thanks for Posting these photos and info of Important Event by GLA.
Ramesh Patel said
પરમ પૂજ્ય સંતશ્રી મોરારીબાપુની પાવન રામકથાનું અમૃતપાન ટી વી અને અત્રે પ્રસાદી રૂપે
ધરવા માટે ખૂબખૂબ અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
Heena Parekh said
પૂ. મોરારીબાપુની ન્યુ જર્સીની કથાનું પ્રસારણ ટી.વી. પર થતું હતું. જેનો લાભ રવિવારના દિવસે મેં પણ લીધો હતો. આપ સૌને આટલા સરસ આયોજન બદલ અભિનંદન. કવિસંમેલન વગેરે કાર્યક્રમો વિશે વિગતે લખશો તો ગમશે.
डॉ. . मधुसूदन उवाच said
સપ્ટેમ્બરમાં ૨૦૧૦ માં થનાર સમ્મેલન માટે કંઈ નિર્ણ્ય લેવાયો હોય, તો વહેલી તકે જણાવશો, જેથી એ દિવસો સુરક્ષિત રાખી શકીએ.
ઊર્મિ said
The dates for GLA Sammelan 2010 have been set to Sept 18,19,20… the location is Tempa, Florida.
I will post more details as soon as it is available…!
Bhupendrasinh Raol said
મેં પણ કવિસંમેલન માણ્યું હતું અને એનો અહેવાલ મારા બ્લોગ “કુરુક્ષેત્ર” માં લખેલો પણ હતો.જોકે હું નોટ પેન લઈને આવેલો નહિ પણ જે યાદ રહેલું તે લખ્યું હતું.બ્લોગર મિત્રો એ અહેવાલ ની ખુબ મજા માણી હતી.મારા બ્લોગ માં વાચી શકશો અહી મારા નામ ઉપર ક્લિક કરીને.