Gujarati Literary Academy of N.A.

Ram Gadhavi, 4 Ales Place, Wayne, NJ 07470 * ramgadhavi@glaofna.com

શ્રી વર્ષા અડાલજા સાથે વાર્તાલાપ

Posted by ઊર્મિ on October 1, 2010

ગુજરાતી  લિટરરી  ઍકેડેમી  ઓફ  નોર્થ  અમેરિકા

સહર્ષ રજૂ કરે છે

વાર્તાલાપ :

શ્રી ગુણવંતરાય આચાર્ય

સંઘર્ષ અને સર્જન

સવાસો નવલકથા, વીસ વાર્તાસંગ્રહો, પચાસેક અન્ય પુસ્તકો અને ખાસ તો એમની દરિયાઈ નવલકથાઓથી ઉત્તમ લેખકોમાં ગૌરવભર્યું સ્થાન મેળવનાર

પોતાના સમર્થ લેખક-પત્રકાર પિતા અને એમના સર્જન પર આ વાર્તાલાપ આપશે

૨૦૧૦નાં આપણાં આમંત્રિત સાહિત્યકાર

શ્રી વર્ષા અડાલજા

દિવસ : રવિવાર, ઑક્ટોબર ૩, ૨૦૧૦

સમય : બપોરે બરાબર:૦૦ વાગે

સ્થળ : TV Asia Auditorium, 76 National Road, Edison, NJ

કાર્યક્રમ વિષે માહિતી

રામ ગઢવી ૯૭૩-૬૨૮-૮૨૬૯ |   રોહિત પંડ્યા  ૭૧૮-૭૦૬-૧૭૧૫

Driving Directions to TV Asia Auditorium, 76 National Road, Edison, NJ (Ph 732-650-1100)

  • NJ Turnpike to exit 10
  • Take I-287 North
  • Exit 2-B to Rte. 27 South
  • Past a couple of traffic lights, right on Talmadge Road
  • Go about ½ mile, turn right on National Road
  • About ¼ mile to TV Asia building on your left

Posted in કાર્યક્રમ, સમાચાર | 1 Comment »

ગુજરાતી લિટરરી એકેડેમીનું સાતમું સાહિત્ય સંમેલન… ટૅમ્પા-ફ્લોરિડામાં.

Posted by ઊર્મિ on August 1, 2010

મિત્રો, ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા (GLA) દ્વારા દર બે વરસે એક સાહિત્ય સંમેલન યોજાય છે.  આ વરસે ટૅમ્પા-ફ્લોરિડામાં સપ્ટેમ્બર ૧૭-૧૮-૧૯, ૨૦૧૦ દરમ્યાન યોજાનાર સાતમા સાહિત્ય સંમેલનની જાહેરાત કરતાં અમને ઘણો જ આનંદ થાય છે.  શ્રી નિરંજન ભગત, શ્રી ભોળાભાઈ પટેલ અને શ્રી વર્ષા અડાલજા જેવા ઘણાં નામાંકિત સર્જકોના સાંનિધ્યમાં સાહિત્ય-ચર્ચા માણવાની આ તક દરેક સાહિત્યપ્રેમી ઝડપી લેશે એવી આશા રાખીએ છીએ.

વધુ માહિતી મેળવવા નીચેની લિંક જોઈ લેશો:

  • સંમેલનનો પ્રાથમિક કાર્યક્રમ
  • સંમેલન રજિસ્ટ્રેશન ફોર્મ અને ઍકેડેમીના સભ્ય બનવાનું ફોર્મ
  • જરૂરી ફોર્મ આપના પ્રિંટર પર છાપી અને વહેલામાં વહેલી તકે રજીસ્ટ્રેશન મોકલી આપવા વિનંતી છે.

    વધુ માહિતી મળ્યે અહીં જરૂરથી મૂકતા રહીશું અને સંમેલનમાં જરૂર મળીશું એવી આશા સહ…

    ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા

    Posted in કાર્યક્રમ, સમાચાર | Comments Off

    સ્વર્ણિમ ગુજરાત નિમિત્તે GLA દ્વારા યોજાયેલી એક અત્યંત સફળ યાદગાર ઘટના

    Posted by ઊર્મિ on July 16, 2010

    આપ સૌને જાણ હશે જ કે સ્વર્ણિમ ગુજરાત નિમિત્તે જુલાઈની 3જી થી 11મી સુધી પરમ પૂજ્ય શ્રી મોરારીબાપુની રામકથાનું આયોજન રેરીટન સેંટર, એડિસન, ન્યુ જર્સી ખાતે કરવામાં આવ્યું હતું.  માત્ર પાંચ અઠવાડિયામાં ગુજરાતી લિટરરી એકેડેમી દ્વારા શ્રી રામ ગઢવીનાં નેતૃત્વ હેઠળ શિઘ્ર યોજાઈ ગયેલી આ રામકથા દરમ્યાન જુલાઈની 5મી થી 10મી સુધી રોજ સાંજે સાહિત્યીક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.   આ રામકથા ખૂબ જ સુંદર રીતે પરિપૂર્ણ થઈ હતી અને સાંજ વેળાનાં તમામ કાર્યક્રમો પણ અત્યંત સફળ રહ્યા હતા.  રામકથા દરમ્યાન તેમ જ સાંજનાં કાર્યક્રમોનું સંચાલન અંકિત ત્રિવેદી અને ચંદ્રકાંત શાહે મળીને ખૂબ જ સુંદર રીતે કર્યુ હતું.

    લોકસંગીતનાં કાર્યક્રમનું સંચાલન શ્રી બળવંતભાઈ જાનીએ એમની શૈલીમાં સરસ રીતે કર્યું હતું. સુગમ સંગીતનો કાર્યક્રમ પણ ખૂબ જ સુંદર રહ્યો હતો.  કવિસંમેલનનું સંચાલન ચંદ્રકાંતભાઈએ એમની અદાથી કર્યું હતું જેમાં અંકિતે પણ એમને સાથ આપ્યો હતો.  ‘મરીઝથી મેઘાણી સુધી’ કાર્યક્રમમાં પ્રવચન-પઠન અને સંગીતનો સુમેળ ખૂબ જ અસરકારક રહ્યો હતો.  ગરબા-રાસમાં પણ લોકોને ખૂબ જ મજા આવી હતી.  આખા કાર્યક્રમનું આયોજન કરવામાં GLAને ઘણા લોકો અને સંસ્થાઓએ સાથ આપ્યો હતો, જેને માટે GLAનાં પ્રમુખ અને કમિટી સભ્યો સૌનો ખૂબ જ આભાર માને છે.

    શ્રીરામકથા અને સાંજનાં કાર્યક્રમોને સુંદર, સફળ અને એક યાદગાર ઘટના બનાવવામાં શ્રી સુનીલ નાયકનો ફાળો પણ ખૂબ જ મહત્ત્વનો રહ્યો હતો… રામકથાનાં છેલ્લા દિવસે રામકાકા અને સુનીલભાઈને એકબીજાને મિઠાઈ ખવડાવીને સમગ્ર કાર્યક્રમોની સફળતાની ખુશી પ્રગટ કરી હતી.

    * * *

    Posted in કાર્યક્રમ, સમાચાર | 6 Comments »

    રામકથા દરમ્યાન સાંજના સાંસ્કૃતિક કાર્યક્રમો (જુલાઈ 4-10) ની સૂચી

    Posted by ઊર્મિ on June 17, 2010

    તા.ક. : અમેરિકામાં ટીવી એશિયા ચેનલ પર રામકથાનું એક દિવસ મોડું પ્રસારણ કરવામાં આવશે… ભારતમાં એ પ્રસારણ લગભગ ‘આસ્થા’ ચેનલ પર બતાવવામાં આવશે.

    Ramkatha-GLAOFNA   (PDF format)

    Posted in કાર્યક્રમ, સમાચાર | 3 Comments »

    ‘સ્વર્ણિમ ગુજરાત ઉત્સવ’ની વિદેશયાત્રા… મણકો બીજો : સંત શ્રી મોરારીબાપુની રામકથા

    Posted by ઊર્મિ on June 9, 2010

    ગુજરાતી  લિટરરી  ઍકેડેમી  ઓફ  નોર્થ  અમેરિકા

    સહર્ષ યોજે છે

      

    ‘સ્વર્ણિમ ગુજરાત ઉત્સવ’ની વિદેશયાત્રા… મણકો બીજો : સંત શ્રી મોરારીબાપુની રામકથા.

    ‘સ્વર્ણિમ ગુજરાત’નો ઉમંગ, સાહિત્યનો સત્સંગ અને રામકથાનો સંગ

    દિવસે શ્રી મોરારી બાપુની રામકથા અને
    સાંજે સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો
    સમન્વય સાધતા સાંસ્કૃતિક કાર્યક્રમો.

                           

    રવિવારે જૂનની છઠ્ઠીએ ‘સર્જકો સાથે સાંજ’ કાર્યક્રમના અંતે શ્રી રામ ગઢવીએ ગુજરાતી લિટરરી એકેડેમી (GLA) દ્વારા એડિસન, ન્યુ જર્સીમાં યોજાનારી પૂજ્ય શ્રી મોરારીબાપુની આગામી રામકથા વિશે જણાવ્યું હતું.  અમેરિકામાં થતી સાહિત્યિક પ્રવૃત્તિને વેગ આપવા માટે ‘સ્વર્ણિમ ગુજરાત’ નિમિત્તે શ્રી મોરારીબાપુએ લીધેલાં પાંચ સ્વર્ણિમ કથા-મણકાના સંકલ્પમાંથી બીજા કથા-મણકાને ખાસ GLAનાં સંચાલન હેઠળ એડિસન, ન્યુ જર્સીમાં આપવાનું નક્કી કર્યુ છે.  આ રામકથા પણ ગુજરાતી સાહિત્યને લગતી જ હશે.  શ્રી મોરારીબાપુના નામની સાથે ‘ગુજરાતી સાહિત્ય’ નો ઉલ્લેખ થતાં જ તમને મહુવામાં થતા ‘અસ્મિતા પર્વ’ ની યાદ આવી ગઈ ને?!  તો બસ, એમ જ સમજો કે આપણા માટે એ ‘અસ્મિતા પર્વ’ અહીં ઘર આંગણે આવી રહ્યું છે.

    આ રામકથા જુલાઈની 3જી થી 11મી તારીખ સુધી યોજવામાં આવી છે.  જેમાં પ્રથમ દિવસે સમય બપોરે 4 વાગ્યા થી 7 વાગ્યા સુધીનો રહેશે અને બાકીના દિવસોમાં રોજ સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધીનો રહેશે.   રામકથાનાં બીજા દિવસથી રોજ સાંજે 7 થી 10 વાગ્યા સુધી સાહિત્યને લગતા કાર્યક્રમો યોજાશે.   જેમાં કવિ સંમેલન, સુગમ સંગીત, લોક સંગીત, ગઝલ-ગીત, તેમ જ ‘મેઘાણીથી મરીઝ સુધી’ જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે અને છેલ્લા દિવસે રાસ-ગરબા થશે.

    કવિ સંમેલનમાં ગુજરાતથી આવનાર કવિઓ અને અમેરિકા નિવાસી કવિઓનો સમાવેશ થશે.  ગુજરાતથી આવનાર કવિઓમાં શ્રી સુરેશ દલાલ,  શ્રી રઘુવીર ચૌધરી, શ્રી માધવ રામાનુજ અને શ્રી ખલીલ ધનતેજવી,  શ્રી ચીનુ મોદી ઉપરાંત શ્રી પ્રણવ પંડ્યા અને શ્રી અંકિત ત્રિવેદી પણ હાજરી આપશે.  અમેરિકા નિવાસી કવિઓમાં શ્રી પન્ના નાયક, શ્રી ચંદ્રકાંત શાહ,  શ્રી અશરફ ડબાવાલા, શ્રી મધુમતી મહેતા, શ્રી નટવર ગાંધી, શ્રી નિલેશ રાણા, શ્રી પ્રીતિ સેનગુપ્તા તેમ જ શ્રી મોના નાયક ‘ઊર્મિ’ નો સમાવેશ થાય છે.  કવિ સંમેલનનું સંચાલન અંકિત ત્રિવેદી કરશે.

    સુગમ સંગીત અને લોક સંગીતમાં શ્રી ભીખુદાન ગઢવી અને શ્રી સરોજબેન ગુંદાણી જેવા પીઢ ગાયકોની સાથે શ્રી નયન પંચોલી, શ્રી નયનેશ જાની અને શ્રી ઓસમાન મીર જેવા ગાયકો પણ હાજરી આપશે.

    સમય :

    કથા પ્રારંભઃ   શનિવાર, જુલાઈ ૩, સાંજે ૪:૦૦ વાગે
    કથાઃ જુલાઈ ૪ થી જુલાઈ ૧૧, સવારે ૧૦:૦૦ થી બપોરે ૨:૦૦
    સાંસ્કૃતિક કાર્યક્રમઃ જુલાઈ ૪ થી જુલાઈ ૧૦, સાંજે ૭:૦૦ થી ૧૦:૦૦

    સ્થળ :

    New Jersey Convention and Exposition Center,
    97 Sunfield Avenue, Edison, New Jersey 08837
    Phone : (732)
    417-1400  or  732-661-1200  
    (You can call them OR visit
    Expo center’s website for the direction)

    ‘રામકથા’ કોડ-વર્ડ વાપરીને નીચેની ત્રણ હોટેલમાં $59 ના દરે તમે રૂમ બુક કરાવી શકો છો:

    Quality Inn (in Ford) - 732-661-1313 – about 2 miles far (Near Royal Albert Palace)

    Ramada Inn  (in North Brunswick) -  732-246-3737  – about 10-12 miles far

    Kenilworth Inn (in Kenilworth) – 908-241-4100 – about 15 miles far – exit 138 from Garden State Parkway

    *

    You may also visit Bapu’s website for some more hotel information !

    *

    વધુ માહિતી માટે સંપર્ક કરો:

    રામ ગઢવી 973-628-8269
    ચંદુ શાહ 781-983-4941
    મનુ ધોકાઈ 703-914-9340
    ડૉ. જયેશ શાહ 973-812-0565
    રોહિત પંડ્યા 718-706-1715
    ગૌરાંગ મહેતા 973-633-9348
    જસવંત મોદી 732-968-0867

    * * *

    Posted in કાર્યક્રમ, સમાચાર | 13 Comments »

    એક યાદગાર સાંજ : ‘સર્જકો સાથે સાંજ’

    Posted by ઊર્મિ on June 9, 2010

    રવિવાર જૂનની ૬ તારીખે ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા (GLA) દ્વારા “સર્જકો સાથે સાંજ” કાર્યક્રમનું આયોજન થયું હતું; જેમાં આપણા વિખ્યાત કવિ શ્રી ચિનુ મોદી “ઇર્શાદ” મુખ્ય અતિથિ સ્થાને હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન હંમેશની માફક શ્રી હરનિશ જાનીએ કર્યુ હતુ.  કાર્યક્રમનાં પ્રથમ ભાગમાં બાર સર્જકોએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી. આ સ્થાનિક સર્જકોએ રજૂ કરેલી ગદ્ય અને પદ્ય રચનાઓ વિશે શ્રી ચીનુભાઈએ શિઘ્ર સમીક્ષા પણ આપી હતી, જે તમામ (ખાસ કરીને નવોદિત) સર્જકો માટે ખૂબ જ ઉપયોગી અને constructive criticism સાબિત થઈ હતી.  સ્થાનિક સર્જકોમાં ચંદ્રકાંત દેસાઈ, ડૉ. નીલેશ રાણા, વિરાફ કાપડિયા, પવિણ પટેલ “શશી”, બિસ્મિલ મન્સુરી, રોહિત પંડ્યા, હંસા જાની, રચના ઉપાધ્યાય, જગદીશ ક્રિશ્ચિયન, ચિરાગ પટેલ, અશોક વિદ્વાંસ, હરનીશ જાની અને મોના નાયક “ઊર્મિ” એ પોતાની રચનાઓ રજૂ કરી હતી.  બાકીનાં કાર્યક્રમમાં શ્રી ચિનુભાઈએ પોતાની સર્જન-યાત્રા વિશે વાતો કરી હતી.  ગદ્ય અને પદ્યનાં બંધારણ અને ગુણવત્તા વિશે પણ એમણે ઘણી વાતો કરી હતી.  એમણે પોતાના કાવ્યો, ગઝલો અને અછાંદસ કૃતિઓનું પણ પઠન કર્યુ હતું.  એકંદરે આખો કાર્યક્રમ ખૂબ જ સફળ અને રસાળ રહ્યો હતો.  ધારણા કરતાં બમણાં માણસોએ (લગભગ સવા સો) હાજરી આપી હતી.

    *

    આ સમગ્ર કાર્યક્રમનો વિડીઓ મિત્ર ચિરાગ પટેલે ઉતાર્યો હતો અને રજૂઆતના સમય પ્રમાણે યુ-ટ્યુબ ક્રમાનુસાર ગોઠવીને નીચે પ્રમાણે લિંક મૂકી છે:
    (આભાર, ચિરાગ !)

    1) પ્રારંભિક ઓળખવિધિ, સત્કાર શ્રી રામ ગઢવી દ્વારા:
    http://www.youtube. com/watch? v=GdozNE- su9c

    2) શ્રી હરનિશ જાની:
    http://www.youtube. com/watch? v=A4fqCnUN_ 2o

    3) શ્રી જગદીશ ક્રીશ્ચીયન:
    http://www.youtube. com/watch? v=b7FlDWFp3js

    4) શ્રી હરનિશ જાની:
    http://www.youtube. com/watch? v=4fK4ULDFz60

    5) શ્રીમતિ રચના ઉપાધ્યાય:
    http://www.youtube. com/watch? v=7rmwdD1XloA

    6) શ્રી ચિરાગ પટેલ:
    http://www.youtube. com/watch? v=aMfwmGSadvE

    7) શ્રીમતિ હંસા જાની:
    http://www.youtube. com/watch? v=W3uIvZymXDo

    8 ) શ્રી હરનિશ જાની:
    http://www.youtube. com/watch? v=ZnfJzrvu4P8

    9) શ્રી પ્રવિણ પટેલ “શશી”:
    http://www.youtube. com/watch? v=aoznKT66yLQ

    10) શ્રી ચન્દ્રકાંત દેસાઈ:
    http://www.youtube. com/watch? v=ncM_3Ya5xts

    11) શ્રી હરનિશ જાની:
    – 1 – http://www.youtube. com/watch? v=6Ty4oqlvAVM
    – 2 – http://www.youtube. com/watch? v=v37zaLEK- Bs

    12) શ્રી વિરાફ કાપડિયા:
    http://www.youtube. com/watch? v=PVgF7MSVKnY

    13) શ્રી રોહિત પંડ્યા:
    – 1 – http://www.youtube. com/watch? v=R36nOx2dqa4
    – 2 – http://www.youtube. com/watch? v=fnm0yzvdec0

    14) શ્રી હરનિશ જાની:
    http://www.youtube. com/watch? v=1YY-_ZiQZHo

    15) શ્રી ડૉ. નિલેશ રાણા:
    http://www.youtube. com/watch? v=_cmquBja9MM

    16) શ્રીમતિ મોના નાયક “ઉર્મિ”:
    http://www.youtube. com/watch? v=s8K3if5U_ sU

    17) શ્રી બિસ્મિલ મંસૂરી:
    http://www.youtube. com/watch? v=JnSR_3fvfxE

    18) શ્રી અશોક વિદ્વાંસ:
    http://www.youtube. com/watch? v=pjpoewrgiM4

    19) શ્રી હરનિશ જાની:
    – કાવ્ય – http://www.youtube. com/watch? v=Biw8I58Bs8g
    – હળવું – http://www.youtube. com/watch? v=UK17d1EMSAY

    20) શ્રી ચિનુ મોદી “ઇર્શાદ”:
    – 1 – http://www.youtube. com/watch? v=S0injId3d9Q
    – 2 – http://www.youtube. com/watch? v=S6lyD6c1F70
    – 3 – http://www.youtube. com/watch? v=Uwo2a5JTurM
    – 4 – http://www.youtube. com/watch? v=9t2TGNvdGwI
    – 5 – http://www.youtube. com/watch? v=LLsCSOeSa3E
    – 6 – http://www.youtube. com/watch? v=0DjOQE0dTfY

    21) શ્રી ચિનુ મોદી “ઇર્શાદ” સાથે પ્રશ્નોત્તરી:
    – 1 – http://www.youtube. com/watch? v=zr73iC4ihY0
    – 2 – http://www.youtube. com/watch? v=1aIUBaM1eaE
    – 3 – http://www.youtube. com/watch? v=C7gtX0- wJBI

    22) શ્રી રામ ગઢવી દ્વારા આભારવિધિ અને ભાવિ કાર્યક્રમોની જાણકારી:
    http://www.youtube. com/watch? v=gLN3wdTJx2U

    Posted in કાર્યક્રમ, સમાચાર | 3 Comments »

    સર્જકો સાથે સાંજ (સમીક્ષા: શ્રી ચિનુ મોદી ‘ઇર્શાદ’)

    Posted by ઊર્મિ on મે 23, 2010

    ગુજરાતી  લિટરરી  ઍકેડેમી  ઓફ  નોર્થ  અમેરિકા

    રજૂ કરે છે

    સર્જકો સાથે સાંજ

    અમેરિકામાં વસીને લખતા ગુજરાતી સર્જકોને પ્રોત્સાહન આપવા

    ઍકેડેમી ફરી એક વાર આ રસપ્રદ કાર્યક્રમ યોજી રહી છે.

    આ પ્રસંગે આપણા સુપ્રસિધ્ધ કવિ, ગઝલકાર અને નાટ્યકાર

    શ્રી ચિનુ મોદી ‘ઇર્શાદ’

    સ્થાનિક સર્જકોએ રજૂ કરેલી કૃતિઓની સમીક્ષા આપશે.

    કાર્યક્રમના બીજા દોરમાં શ્રી ચિનુ મોદી એમની

    સર્જન પ્રક્રિયા વિષે વાત કરતાં પોતાની કૃતિઓનું પઠન પણ કરશે.

    ‘પી જશું સાકી, હળાહળ ઝંખના,

    એનું જો તુજ હાથથી વિતરણ હશે.’

    દિવસ : રવિવાર, જૂન ૬, ૨૦૧૦

    સમય : બપોરે બરાબર:૦૦ વાગે

    સ્થળ : TV Asia Auditorium, 76 National Road, Edison, NJ

    ‘સર્જકો’ સંચાલન : હરનિશ જાની

    તાજી સ્વરચિત કૃતિ રજૂ કરવા ઇચ્છતા સર્જકે સંચાલકનો નીચે મુજબ સંપર્ક કરવોઃ

    ૬૦૯-૫૮૫-૦૮૬૧ (ઘર)   ૬૦૯-૫૭૭-૭૧૦૨ (સેલ)
    ઈ-મેઇલ
    : harnish5@yahoo.com

    કાર્યક્રમ વિષે માહિતી:

    રામ ગઢવી ૯૭૩-૬૨૮-૮૨૬૯ ||  રોહિત પંડ્યા  ૭૧૮-૭૦૬-૧૭૧૫

    *

    Driving Directions to TV Asia Auditorium, 76 National Road , Edison , NJ (Ph : 732-650-1100)

    • NJ Turnpike to exit 10
    • Take I-287 North
    • Exit 2-B to Rte. 27 South
    • Past a couple of traffic lights, right on Talmadge Road
    • Go about ½ mile, turn right on National Road
    • About ¼ mile to TV Asia building on your left

    (સમયસર આવી જવા વિનંતી)

    Posted in કાર્યક્રમ | 1 Comment »

    શ્રી સિતાંશુ યશશ્ચંદ્ર સાથે એક સાંજ

    Posted by ઊર્મિ on April 6, 2010

    This invitation is not being USPS-mailed due to insufficient time.
    Please inform your Academy-member friends who may not be on our email-list.

    ગુજરાતી  લિટરરી  ઍકેડેમી  ઓફ  નોર્થ  અમેરિકા

    સહર્ષ રજૂ કરે છે

    આપણા સર્વોચ્ચ કક્ષાના કવિ-નાટ્યકાર-વિચારક

    શ્રી સિતાંશુ યશશ્ચંદ્ર

    ‘સાગરને તળિયેથી હું બહાર આવું
    ત્યારે મારા હાથમાં મોતીના મૂઠા ન હોય.
    હું મરજીવો નથી. હું કવિ છું.’

    આપણે કવિના સ્વમુખે એમના ‘જાગીને જોઉં તો’ નાટકનું પઠન,
    ‘મયુર ઉપરથી ઊતર શારદા સિંહ ઉપર ચઢ’ જેવો સિંહનાદ
    અને એમના સર્જન વિષેની બીજી વાતો સાંભળીએ.

    દિવસ : રવિવાર, એપ્રિલ ૧૮, ૨૦૧૦

    સમય : બપોરે બરાબર :૦૦ વાગે

    સ્થળ : TV Asia Auditorium, 76 National Road, Edison, NJ

    આ કાર્યક્રમ ઍકેડેમીના સભ્યો અને આમંત્રીત મહેમાનો પૂરતો જ મર્યાદિત છે.

     

    સંપર્ક :

    રામ ગઢવી 973-628-8269

    ચંદુ શાહ 781-983-4941, મનુ ધોકાઈ 703-914-9340, ડૉ. જયેશ શાહ 973-812-0565

    ગૌરાંગ મહેતા 973-633-9348, જસવંત મોદી 732-968-0867


    Driving Directions to TV Asia Auditorium, 76 National Road , Edison , NJ (Ph : 732-650-1100)

    • NJ Turnpike to exit 10
    • Take I-287 North
    • Exit 2-B to Rte. 27 South
    • Past a couple of traffic lights, right on Talmadge Road
    • Go about ½ mile, turn right on National Road
    • About ¼ mile to TV Asia building on your left

     (સમયસર આવી જવા વિનંતી)

    Posted in કાર્યક્રમ | 2 Comments »

    ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા રજૂ કરે છે… રંગીન ગુલદસ્તો !

    Posted by ઊર્મિ on April 2, 2010

    Soli Kapadia 16-May-2010-2

    ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા

    રજૂ કરે છે

    છેલ્લાં પચાસ વર્ષોમાં રચાયેલાં અને સ્વરબધ્ધ થયેલાં

    ગુજરાતી ગીતો-ગઝલોનો

    રંગીન ગુલદસ્તો

    કંઠ

    સોલી કાપડીઆ

    સંગત

    કીબોર્ડઃ અનીશ ચંદાની તબલાઃ દીપક ગુંદાણી મૅન્ડોલિનઃ હરીશ ટેલર

    દિવસ : રવિવાર, મે ૧૬, ૨૦૧૦

    સમય : બપોરે બરાબર:૦૦ વાગે

    સ્થળ : લાખાણી ઑડિટોરિયમ, વાચંગ, ન્યૂ જર્સી

    આ કાર્યક્રમ ઍકેડેમીના સભ્યો અને આમંત્રીત મહેમાનો પૂરતો જ મર્યાદિત છે.

    સંપર્ક :

    રામ ગઢવી 973-628-8269

    ચંદુ શાહ 781-983-4941, મનુ ધોકાઈ 703-914-9340, ડૉ. જયેશ શાહ 973-812-0565

    ગૌરાંગ મહેતા 973-633-9348, જસવંત મોદી 732-968-0867

    Driving Directions to Lakhani Auditorium, 30 Kristy Lane , Watchung , NJ :

    From I-78 in NJ, take exit 40 for Watchung;
    Turn right (if from I-78 E) or left (from I-78 W) onto HILLCREST ROAD (Rte 531 S);
    Go about 1 mile to a Tee, turn left on VALLEY ROAD (Rte 527 North);
    Go about 0.8 mile, just past a group of Mailboxes, turn right on JARED COURT ;
    At a fork, go left on KRISTY LANE and proceed to the cul-de-sec.

    

    Posted in કાર્યક્રમ | Comments Off

    જોસેફ મૅકવાન(1935-2010)ની દુ:ખદ વિદાય

    Posted by ઊર્મિ on March 29, 2010

    મિત્રો,

    એક આઘાતજનક સમાચાર આપવાના છે. ૨૮ માર્ચ, ૨૦૧૦ની વહેલી સવારે શ્રી જોસેફ મૅકવાને આપણી વચ્ચેથી કાયમી વિદાય લીધી છે. ઉચ્ચ કોટિના આ રેખાચિત્ર-નવલકથા-નવલિકા સર્જકના અવસાનથી ગુજરાતી સાહિત્યજગતને એક મોટી ખોટ પડી છે.

    ઍકેડેમીના સપ્ટેમ્બર ૨૦૦૮ના સાહિત્ય સંમેલનમાં જોસેફભાઈને આમંત્રિત મહેમાન તરીકે સત્કારવાની આશા હતી પણ એમને અમેરિકન વીઝા ન મળતાં ‘ફરી કોઈ વાર’ કરીને મન મનાવી લીધેલું. પણ એ આશા તો નઠારી જ નીવડી.

    સ્વામી આનંદ ‘ટીંબાનો ઉપદેશ’માં ઈશુને ટાંકે છેઃ ‘… જિણ્યે દીનદખિયાંવને, પાપિયાંપતિયાંવને હાર્યેં બેસીને દલાસા દીધાં હશે, જિણ્યે નોંધારાંવને હાથ દેવા જીવતર સોંઘાં કર્યાં હશે — તીનેં જ પોરસ કરીને બથમાં લેવા મારો રામ સામો ધૉડશે.’ ઉપેક્ષિત-દલિત-પીડિતોની યાતનાને વાચા આપનાર જોસેફભાઈને એ રામધણી જરૂર એક ગાઉ સામો મળ્યો હશે.

    જોસેફભાઈનાં પત્ની રેજીનાબહેન અને કુટુંબીજનોને આ આઘાત સહન કરવાની શક્તિ મળો એ જ પ્રાર્થના.

    રામ ગઢવી

    Posted in સમાચાર | 1 Comment »

     
    Follow

    Get every new post delivered to your Inbox.

    Join 70 other followers