Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

“ગુજરાતી સાહિત્યનો પ્રવાહ” – ધ્વનિત ઠાકર

Posted by Ashish Desai on March 20, 2023

“ગુજરાતી સાહિત્યનો પ્રવાહ”
ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા, અને ટીવી એશિયા, ઇન્ડિયા કલચરલ સોસાયટીના સહયોગથી રજૂ કરે છે આજની પેઢીનો નવયુવાન – જે એક એક્ટર છે, સિંગર છે, લેખક છે, ઓરેટર છે અને બીજું ઘણું બધું…

ધ્વનિત ઠાકર

ધ્વનિત – જેના સોશીઅલ મીડિયામાં લગભગ ૧ મિલિયન ફોલોવર છે – જે આજ ના કોઈ પણ આગળ પડતા ગુજરાતી કરતા ૧૦ ઘણા વધારે છે. ધ્વનિત “ગુજરાતી સાહિત્યનો પ્રવાહ” પર બોલશે અને આપણા પ્રશ્નોનાં જવાબ આપશે.

ગુજરાતમાં હવે નવી જનરેશન કઈ તરફ જઈ રહી છે, એમના વિચારો શું છે અને એમનો ઉદ્દેશ્ય શું છે તે ધ્વનિતને મળીને જાણીએ. તો આવશોને?

તારીખ: શનિવાર, એપ્રિલ ૧, ૨૦૨૩
સમય: બપોરના 4:૦૦ વાગે
સ્થળ: મહાત્મા ગાંધી સેંટર, ૭૧૪, પ્રીક્નેસ્સ એવન્યુ, વેઇન, ન્યુ જર્સી, ૦૭૪૭૦
(Tickets will be available at the location only)

Posted in Uncategorized | 1 Comment »

આપણા સૌ વતી, પૂર્ણ સન્માન સહ વિદાય – વંદન ધીરુબહેન.

Posted by Ashish Desai on March 11, 2023

અમેરિકાના ઇસ્ટ કોસ્ટના ગુરુવારે લગભગ રાત્રે ૧૧:૩૦ વાગે સમાચાર મળ્યા ત્યારે માનીના શકાયકે ધીરુબેન જે ગઈકાલ સુધી આટલા સ્વસ્થ હતા તે આજે નથી રહ્યા. હોસ્પિટલમાંથી ઘરે ગયા ત્યારે એમણે ફોન પર મિત્રને કીધું કે સેન્ચુરી મારીશ અને એકદમ આવું જાણીએ એટલે શોક લાગેલો. પણ હવે એમનો વારસો ચાલુ રાખવા આપણેસૌએ સાથે મળીને  ભાષા સાચવવાનું કામ કરવાનું છે. એમની અદ્ભૂત જિંદગીને ઉજવવાની છે.

અમેરિકામાંજ સ્થાયી અને સાહિત્ય સંસદના કાર્યકર્તા નંદિતાબેન ઠાકોરનો ફોન આવ્યો અને મેં આ તક ઝડપી લીધી. એમણે મને તાત્કાલિક આ શ્રદ્ધાંજલિ લખીને મોકલી આપી જે હું અને ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા ગર્વથી શેર કરીએ છીએ.

“કોઈક મુઠી ઉંચેરા સર્જક, કલાકાર, કોઈ ખાસ વ્યક્તિ વિદાય થાય છે ત્યારે એક આખો યુગ આથમી  જતો હોય એમ લાગે છે. ગુજરાતી સાહિત્ય જગતમાં જેમનું નામ અત્યંત આદરપૂર્વક લેવાય છે એવાં ખૂબ  ઊંચા ગજાનાં પ્રતિબદ્ધ લેખક શ્રી ધીરુબહેન પટેલને આપણે 10મી માર્ચે સવારે ગુમાવ્યાં. સાહિત્ય જગતમાં કેવડો મોટો અવકાશ!

     ગુજરાતી સાહિત્ય સાથે નિસ્બત ધરાવનાર કોઈને પણ ધીરુબહેનની ઓળખ આપવી ન પડે. એમ કરવું પડે તો તો આપણા ગુજરાતીપણામાં કે સાહિત્યપ્રેમી હોવામાં સાચે જ ધૂળ પડે. ઉંમરના 95/96 વર્ષે પણ એ એમ કહી શકે કે હજી તો મારે બહુ બધું કામ કરવાનું  બાકી છે. અને સાચે જ એ સતત કામ કરતાં જ રહ્યાં.

    ધીરુબહેન વિષે વાત કરવી હોય તો કેટકેટલાં સ્વરૂપો સામે આવે. ગુજરાતી ભાષાને અને સાહિત્યને દિલ ફાડીને પ્રેમ કરનાર ધીરુબહેન અંગ્રેજી વિષયના પ્રાધ્યાપક હતાં તે માત્ર  એ જ કારણે કે વિશ્વ સાહિત્ય સુધી પહોંચી શકાય. સાહિત્યના અનેક પ્રકારોમાં એમણે  લખ્યું. વાર્તા, નવલકથા, નાટક, બાળસાહિત્ય અને બીજું કૈં કેટલું ય. લેખનના કોઈપણ સ્વરુપ  કે માધ્યમ સામે એમને છોછ નહોતો. અગણિત સન્માન અને પુરસ્કારો એમના નામે લખાયાં તે તો સાહિત્ય જગતે કરેલી એક નાની કદરના ભાગરૂપ જ ગણાય. 

         ગાંધી વિચારસરણી ધરાવતાં ધીરુબહેન કટ્ટર ગાંધીવાદી નહોતાં. સત્ય અને સિદ્ધાંતનિષ્ઠા એમના ગાંધી રંગે રંગાયેલ પરિવારમાંથી એ ગળથુથીમાં પામ્યા. જીવનભર ખાદી જ પહેરી. ધાર્મિક નહિ પણ ઈશ્વરમાં પૂર્ણ આસ્થા અને એટલી જ સમજ અને સહજ શ્રદ્ધા શ્રી રમણ  મહર્ષિના અધ્યાત્મ ચિંતનમાં. 

    ધીરુબહેન નિસ્બતથી લખનાર સર્જક હતાં. એમની સૌથી મોટી વાત એ હતી કે ‘હું કરું છું, મેં કર્યું છે’ એવા અહમથી એ પર રહી શક્યા  હતાં. સુધા સામયિકનું સંપાદન હોય, સાન્તાક્રુઝ સ્ત્રી મંડળ હોય, સાહિત્ય સંસદ કે સાહિત્ય પરિષદનું પ્રમુખપદ  હોય કે લેખિની કે વિશ્વા જેવી સંસ્થાઓ  – આ સઘળું એમની સાહિત્ય પ્રતિ  નિસબતનું પરિણામ છે. લોકોને, અને ખાસ તો બહેનોને લખતી કરવામાં જે રસ એમણે  દાખવ્યો અને જે ઠોસ પ્રયાસો કર્યા  તે ભાગ્યે જ બીજા કોઈએ કર્યા.  થોડાંક મૂડી, થોડાંક જિદ્દી અને મસ્તીખોર ધીરુબહેન જે સાચું લાગે તે કહે અને કરે જ. પણ એ બધું માત્ર અને માત્ર સાહિત્યને માટે જ હોય. 

   એમની સર્જક ચેતનાની ઊંચાઈ કે ઊંડાણ માપવા કે પામવા આપણો  ગજ ચોક્કસ ટૂંકો પડે. અને એ જ રીતે એમના વિષે લખવા આપણી કલમ પણ નબળી જ પડે. 

   ખૂબ સ્નેહાળ અને ઋજુ સ્વભાવનાં ધીરુબહેન પોતે તો સલામ કરવી પડે એવી સર્જકતા  ધરાવતા હતાં જ પણ સાહિત્યને વધુ ને વધુ વિસ્તારવા, પ્રસારવા એમણે કરેલાં અણથક પ્રયાસો બહુ ઓછા સર્જકોએ કર્યાં હશે. 

     તોફાની અને મસ્તીખોર સ્વભાવ એ આ સિદ્ધહસ્ત સર્જકના વ્યક્તિવનું એક અદભૂત પાસું હતું અને એટલું જ ખાસ હતું એમનામાં રહેલું બાળકપણું. એમને તમે હંમેશા પૂરેપૂરાં સન્માન સાથે જ જુઓ પણ એક સરળ નિર્દોષ વ્યક્તિ તરીકે અઢળક ચાહી પણ શકો. 

         ધીરુબહેનની વિદાય આપણે માટે એક વિરાટ ઉદાસ ખાલીપો મૂકી ગઈ છે એ નક્કી. સાહિત્યના ક્ષેત્રમાં એમણે કરેલાં કાર્યો વર્ષોનાં વર્ષો સુધી જીવંત રહેવાનાં.” 

   આપણા સૌ વતી, પૂર્ણ સન્માન સહ વિદાય – વંદન ધીરુબહેન. 

Posted in Uncategorized | 2 Comments »

ગુજરાતી સાહિત્યનો પ્રવાહ

Posted by Ashish Desai on March 3, 2023

ધ્વનિત એટલે ગુજરાતની નવી પેઢી, નવી દ્રષ્ટિ, નવી વાતો
ચાલો આ નવી પેઢીને સાંભળીએ

ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા, ઇન્ડિયા ક્લચરલ સોસાયટીનાં સહયોગથી રજૂ કરે છે.

Date: April 1, 2023
Day: Saturday
Start Time: 3pm EST onwards.
Location: India Cultural Society
Mahatma Gandhi Center and Hindu Temple
714 Preakness Avenue, Wayne, NJ 07470
To contact location: Please call:
Jayesh Patel: 732-688-2658 / Jyotindra Patel: 732-672-8071 or Shailesh Patel: 201-281-૫૮૨૬

Posted in Uncategorized | 2 Comments »

“દેશ-વિદેશ” પન્ના નાયક – વિશેષાંક

Posted by Ashish Desai on February 20, 2023

ફેબ્રુઆરી ૨૦૨૩

Posted in Uncategorized | 2 Comments »

સહજ સમાધિ ભલી – ગાંધીજીને ગમતાં ગીતો તથા ગાંધીજી વિષેનાં ગીતો

Posted by Ashish Desai on January 29, 2023

Posted in Uncategorized | 2 Comments »

Diwali Dinner – 2022

Posted by Ashish Desai on November 26, 2022

Posted in Uncategorized | 1 Comment »

કવિ શ્રી મકરંદ દવેના જન્મ શતાબ્દી વર્ષમાં એમનાં કાવ્યોની સંગીતસભર રજૂઆત શ્રી અમર ભટ્ટ, શ્રી હિમાલી વ્યાસ નાયક, ગાર્ગી વોરા, અને ઋષભ કાપડિયાએ કરી હતી. “સૌંદર્યનું ગાણું … અમે ગાતા ગાતા જાશું”

Posted by Ashish Desai on November 13, 2022

આ કાર્યક્રમને માણવા આપણી વેબસાઈટ અથવા આપણી યુ ટ્યુબ ચેનલ પર જવા વિનંતી:
શ્રી અમર ભટ્ટનો ખૂબ ખૂબ આભાર! (We are working on uploading the video link to Youtube)

Posted in Uncategorized | Comments Off on કવિ શ્રી મકરંદ દવેના જન્મ શતાબ્દી વર્ષમાં એમનાં કાવ્યોની સંગીતસભર રજૂઆત શ્રી અમર ભટ્ટ, શ્રી હિમાલી વ્યાસ નાયક, ગાર્ગી વોરા, અને ઋષભ કાપડિયાએ કરી હતી. “સૌંદર્યનું ગાણું … અમે ગાતા ગાતા જાશું”

દેશ-વિદેશનો દિવાળી વિશેષ અંક (2022)

Posted by Ashish Desai on November 10, 2022

Posted in Uncategorized | Comments Off on દેશ-વિદેશનો દિવાળી વિશેષ અંક (2022)

દિવાળી – 2022

Posted by Ashish Desai on October 13, 2022

વહાલા સભ્યો :

જોતજોતામાં વર્ષ પૂરું થવા આવ્યું. તો દિવાળી નિમિત્તે આપણે સૌ મળીએ અને વિક્મ સંવત ૨૦૭૯ ને સાથે મળીને આવકારીએ. ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા અને ટીવી એશિયા આપ સૌની રાહ જોશે. શ્રી બાબુભાઇ સુથાર અને શ્રી રાહુલભાઈ શુક્લને સાંભળવા એક લ્હાવો છે. અને પછી ફોરમબેન ડીનર પહેલા સંગીત પીરસશે.

વિનંતી: આગળથી જણાવશો કે તમે આવશો? કારણકે રાત્રીનાં ડિનરની સંખ્યા ખબર પડે. અત્યાર સુધીમાં ૨૦ લોકોએ હા પાડી છે – અને અમને આશા છે એ ૧૦૦ તો થશે જ.

(RSVP is a Must – So we have correct count for the restaurant)

કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રમાણે હશે –

૪ થી ૫ – ચા નાસ્તો અને Meet and Greet

૫ થી ૬:30 – સર્જન યાત્રા (બાબુ સુથાર અને રાહુલ શુક્લ)

૬:૩૦ થી ૭:૩૦ – સુગમ સંગીત

૭:૩૦ થી ૯ – ડિનર

Posted in Uncategorized | 3 Comments »

ચીઅર્સ જિંદગી – આમંત્રિત મહેમાનો: શ્રી જય વસાવડા અને શ્રી અશરફભાઈ ડબાવાલા – Video is now available for our members

Posted by Ashish Desai on September 12, 2022

Link: https://youtu.be/5ymxRJGg7dY

Posted in Uncategorized | Comments Off on ચીઅર્સ જિંદગી – આમંત્રિત મહેમાનો: શ્રી જય વસાવડા અને શ્રી અશરફભાઈ ડબાવાલા – Video is now available for our members