Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

Archive for November, 2008

શ્રી આદિલ મન્સૂરી ૧૯૩૬-૨૦૦૮

Posted by glaofna on November 6, 2008

મિત્રો,

એક બહુ જ દુ:ખદ સમાચાર આપવાનાં છે. ગુજરાતી સાહિત્યજગત અને ખાસ કરીને અમેરિકામાં વસતા સાહિત્યપ્રેમીઓને માથે આભ તૂટી પડ્યું છે.

શ્રી આદિલ મન્સૂરી ૧૯૩૬-૨૦૦૮

આજે, ૬ નવેમ્બર ૨૦૦૮, વહેલી સવારે શ્રી આદિલ મન્સૂરીએ આ ફાની દુનિયા છોડી છે. છેલ્લા અઠવાડીઆ દરમ્યાન હૃદયની માંદગી રહી અને આજે હૉસ્પિટલમાં સર્જિકલ સારવારની તૈયારી થતી હતી ત્યાં જ એમને પરવરદિગારનું ઇજન આવ્યું અને એમણે આપણી વચ્ચેથી સદા માટે વિદાય લીધી.

આવતી કાલે, ૭ નવેમ્બરે, સવારે ૯થી બપોરે ૧૨ સુધી એમના અંતિમ દર્શન કરવાનું સ્થળ:

Dar Ul Islah, 320 Fabry Terrace, Teaneck, NJ 07666.

આટલી મોટી ખોટને સહન કરવાની સબૂરી પરવરદિગાર એમનાં પત્ની બિસ્મિલબેન અને કુટુંબને આપે.

રામ ગઢવી

Posted in સમાચાર | Comments Off on શ્રી આદિલ મન્સૂરી ૧૯૩૬-૨૦૦૮