Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

Archive for June, 2010

રામકથા દરમ્યાન સાંજના સાંસ્કૃતિક કાર્યક્રમો (જુલાઈ 4-10) ની સૂચી

Posted by ઊર્મિ on June 17, 2010

તા.ક. : અમેરિકામાં ટીવી એશિયા ચેનલ પર રામકથાનું એક દિવસ મોડું પ્રસારણ કરવામાં આવશે… ભારતમાં એ પ્રસારણ લગભગ ‘આસ્થા’ ચેનલ પર બતાવવામાં આવશે.

Ramkatha-GLAOFNA   (PDF format)

Posted in કાર્યક્રમ, સમાચાર | 3 Comments »

‘સ્વર્ણિમ ગુજરાત ઉત્સવ’ની વિદેશયાત્રા… મણકો બીજો : સંત શ્રી મોરારીબાપુની રામકથા

Posted by ઊર્મિ on June 9, 2010

ગુજરાતી  લિટરરી  ઍકેડેમી  ઓફ  નોર્થ  અમેરિકા

સહર્ષ યોજે છે

  

‘સ્વર્ણિમ ગુજરાત ઉત્સવ’ની વિદેશયાત્રા… મણકો બીજો : સંત શ્રી મોરારીબાપુની રામકથા.

‘સ્વર્ણિમ ગુજરાત’નો ઉમંગ, સાહિત્યનો સત્સંગ અને રામકથાનો સંગ

દિવસે શ્રી મોરારી બાપુની રામકથા અને
સાંજે સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો
સમન્વય સાધતા સાંસ્કૃતિક કાર્યક્રમો.

                       

રવિવારે જૂનની છઠ્ઠીએ ‘સર્જકો સાથે સાંજ’ કાર્યક્રમના અંતે શ્રી રામ ગઢવીએ ગુજરાતી લિટરરી એકેડેમી (GLA) દ્વારા એડિસન, ન્યુ જર્સીમાં યોજાનારી પૂજ્ય શ્રી મોરારીબાપુની આગામી રામકથા વિશે જણાવ્યું હતું.  અમેરિકામાં થતી સાહિત્યિક પ્રવૃત્તિને વેગ આપવા માટે ‘સ્વર્ણિમ ગુજરાત’ નિમિત્તે શ્રી મોરારીબાપુએ લીધેલાં પાંચ સ્વર્ણિમ કથા-મણકાના સંકલ્પમાંથી બીજા કથા-મણકાને ખાસ GLAનાં સંચાલન હેઠળ એડિસન, ન્યુ જર્સીમાં આપવાનું નક્કી કર્યુ છે.  આ રામકથા પણ ગુજરાતી સાહિત્યને લગતી જ હશે.  શ્રી મોરારીબાપુના નામની સાથે ‘ગુજરાતી સાહિત્ય’ નો ઉલ્લેખ થતાં જ તમને મહુવામાં થતા ‘અસ્મિતા પર્વ’ ની યાદ આવી ગઈ ને?!  તો બસ, એમ જ સમજો કે આપણા માટે એ ‘અસ્મિતા પર્વ’ અહીં ઘર આંગણે આવી રહ્યું છે.

આ રામકથા જુલાઈની 3જી થી 11મી તારીખ સુધી યોજવામાં આવી છે.  જેમાં પ્રથમ દિવસે સમય બપોરે 4 વાગ્યા થી 7 વાગ્યા સુધીનો રહેશે અને બાકીના દિવસોમાં રોજ સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધીનો રહેશે.   રામકથાનાં બીજા દિવસથી રોજ સાંજે 7 થી 10 વાગ્યા સુધી સાહિત્યને લગતા કાર્યક્રમો યોજાશે.   જેમાં કવિ સંમેલન, સુગમ સંગીત, લોક સંગીત, ગઝલ-ગીત, તેમ જ ‘મેઘાણીથી મરીઝ સુધી’ જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે અને છેલ્લા દિવસે રાસ-ગરબા થશે.

કવિ સંમેલનમાં ગુજરાતથી આવનાર કવિઓ અને અમેરિકા નિવાસી કવિઓનો સમાવેશ થશે.  ગુજરાતથી આવનાર કવિઓમાં શ્રી સુરેશ દલાલ,  શ્રી રઘુવીર ચૌધરી, શ્રી માધવ રામાનુજ અને શ્રી ખલીલ ધનતેજવી,  શ્રી ચીનુ મોદી ઉપરાંત શ્રી પ્રણવ પંડ્યા અને શ્રી અંકિત ત્રિવેદી પણ હાજરી આપશે.  અમેરિકા નિવાસી કવિઓમાં શ્રી પન્ના નાયક, શ્રી ચંદ્રકાંત શાહ,  શ્રી અશરફ ડબાવાલા, શ્રી મધુમતી મહેતા, શ્રી નટવર ગાંધી, શ્રી નિલેશ રાણા, શ્રી પ્રીતિ સેનગુપ્તા તેમ જ શ્રી મોના નાયક ‘ઊર્મિ’ નો સમાવેશ થાય છે.  કવિ સંમેલનનું સંચાલન અંકિત ત્રિવેદી કરશે.

સુગમ સંગીત અને લોક સંગીતમાં શ્રી ભીખુદાન ગઢવી અને શ્રી સરોજબેન ગુંદાણી જેવા પીઢ ગાયકોની સાથે શ્રી નયન પંચોલી, શ્રી નયનેશ જાની અને શ્રી ઓસમાન મીર જેવા ગાયકો પણ હાજરી આપશે.

સમય :

કથા પ્રારંભઃ   શનિવાર, જુલાઈ ૩, સાંજે ૪:૦૦ વાગે
કથાઃ જુલાઈ ૪ થી જુલાઈ ૧૧, સવારે ૧૦:૦૦ થી બપોરે ૨:૦૦
સાંસ્કૃતિક કાર્યક્રમઃ જુલાઈ ૪ થી જુલાઈ ૧૦, સાંજે ૭:૦૦ થી ૧૦:૦૦

સ્થળ :

New Jersey Convention and Exposition Center,
97 Sunfield Avenue, Edison, New Jersey 08837
Phone : (732)
417-1400  or  732-661-1200  
(You can call them OR visit
Expo center’s website for the direction)

‘રામકથા’ કોડ-વર્ડ વાપરીને નીચેની ત્રણ હોટેલમાં $59 ના દરે તમે રૂમ બુક કરાવી શકો છો:

Quality Inn (in Ford) – 732-661-1313 – about 2 miles far (Near Royal Albert Palace)

Ramada Inn  (in North Brunswick) –  732-246-3737  – about 10-12 miles far

Kenilworth Inn (in Kenilworth) – 908-241-4100 – about 15 miles far – exit 138 from Garden State Parkway

*

You may also visit Bapu’s website for some more hotel information !

*

વધુ માહિતી માટે સંપર્ક કરો:

રામ ગઢવી 973-628-8269
ચંદુ શાહ 781-983-4941
મનુ ધોકાઈ 703-914-9340
ડૉ. જયેશ શાહ 973-812-0565
રોહિત પંડ્યા 718-706-1715
ગૌરાંગ મહેતા 973-633-9348
જસવંત મોદી 732-968-0867

* * *

Posted in કાર્યક્રમ, સમાચાર | 13 Comments »

એક યાદગાર સાંજ : ‘સર્જકો સાથે સાંજ’

Posted by ઊર્મિ on June 9, 2010

રવિવાર જૂનની ૬ તારીખે ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા (GLA) દ્વારા “સર્જકો સાથે સાંજ” કાર્યક્રમનું આયોજન થયું હતું; જેમાં આપણા વિખ્યાત કવિ શ્રી ચિનુ મોદી “ઇર્શાદ” મુખ્ય અતિથિ સ્થાને હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન હંમેશની માફક શ્રી હરનિશ જાનીએ કર્યુ હતુ.  કાર્યક્રમનાં પ્રથમ ભાગમાં બાર સર્જકોએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી. આ સ્થાનિક સર્જકોએ રજૂ કરેલી ગદ્ય અને પદ્ય રચનાઓ વિશે શ્રી ચીનુભાઈએ શિઘ્ર સમીક્ષા પણ આપી હતી, જે તમામ (ખાસ કરીને નવોદિત) સર્જકો માટે ખૂબ જ ઉપયોગી અને constructive criticism સાબિત થઈ હતી.  સ્થાનિક સર્જકોમાં ચંદ્રકાંત દેસાઈ, ડૉ. નીલેશ રાણા, વિરાફ કાપડિયા, પવિણ પટેલ “શશી”, બિસ્મિલ મન્સુરી, રોહિત પંડ્યા, હંસા જાની, રચના ઉપાધ્યાય, જગદીશ ક્રિશ્ચિયન, ચિરાગ પટેલ, અશોક વિદ્વાંસ, હરનીશ જાની અને મોના નાયક “ઊર્મિ” એ પોતાની રચનાઓ રજૂ કરી હતી.  બાકીનાં કાર્યક્રમમાં શ્રી ચિનુભાઈએ પોતાની સર્જન-યાત્રા વિશે વાતો કરી હતી.  ગદ્ય અને પદ્યનાં બંધારણ અને ગુણવત્તા વિશે પણ એમણે ઘણી વાતો કરી હતી.  એમણે પોતાના કાવ્યો, ગઝલો અને અછાંદસ કૃતિઓનું પણ પઠન કર્યુ હતું.  એકંદરે આખો કાર્યક્રમ ખૂબ જ સફળ અને રસાળ રહ્યો હતો.  ધારણા કરતાં બમણાં માણસોએ (લગભગ સવા સો) હાજરી આપી હતી.

*

આ સમગ્ર કાર્યક્રમનો વિડીઓ મિત્ર ચિરાગ પટેલે ઉતાર્યો હતો અને રજૂઆતના સમય પ્રમાણે યુ-ટ્યુબ ક્રમાનુસાર ગોઠવીને નીચે પ્રમાણે લિંક મૂકી છે:
(આભાર, ચિરાગ !)

1) પ્રારંભિક ઓળખવિધિ, સત્કાર શ્રી રામ ગઢવી દ્વારા:
http://www.youtube. com/watch? v=GdozNE- su9c

2) શ્રી હરનિશ જાની:
http://www.youtube. com/watch? v=A4fqCnUN_ 2o

3) શ્રી જગદીશ ક્રીશ્ચીયન:
http://www.youtube. com/watch? v=b7FlDWFp3js

4) શ્રી હરનિશ જાની:
http://www.youtube. com/watch? v=4fK4ULDFz60

5) શ્રીમતિ રચના ઉપાધ્યાય:
http://www.youtube. com/watch? v=7rmwdD1XloA

6) શ્રી ચિરાગ પટેલ:
http://www.youtube. com/watch? v=aMfwmGSadvE

7) શ્રીમતિ હંસા જાની:
http://www.youtube. com/watch? v=W3uIvZymXDo

8 ) શ્રી હરનિશ જાની:
http://www.youtube. com/watch? v=ZnfJzrvu4P8

9) શ્રી પ્રવિણ પટેલ “શશી”:
http://www.youtube. com/watch? v=aoznKT66yLQ

10) શ્રી ચન્દ્રકાંત દેસાઈ:
http://www.youtube. com/watch? v=ncM_3Ya5xts

11) શ્રી હરનિશ જાની:
– 1 – http://www.youtube. com/watch? v=6Ty4oqlvAVM
– 2 – http://www.youtube. com/watch? v=v37zaLEK- Bs

12) શ્રી વિરાફ કાપડિયા:
http://www.youtube. com/watch? v=PVgF7MSVKnY

13) શ્રી રોહિત પંડ્યા:
– 1 – http://www.youtube. com/watch? v=R36nOx2dqa4
– 2 – http://www.youtube. com/watch? v=fnm0yzvdec0

14) શ્રી હરનિશ જાની:
http://www.youtube. com/watch? v=1YY-_ZiQZHo

15) શ્રી ડૉ. નિલેશ રાણા:
http://www.youtube. com/watch? v=_cmquBja9MM

16) શ્રીમતિ મોના નાયક “ઉર્મિ”:
http://www.youtube. com/watch? v=s8K3if5U_ sU

17) શ્રી બિસ્મિલ મંસૂરી:
http://www.youtube. com/watch? v=JnSR_3fvfxE

18) શ્રી અશોક વિદ્વાંસ:
http://www.youtube. com/watch? v=pjpoewrgiM4

19) શ્રી હરનિશ જાની:
– કાવ્ય – http://www.youtube. com/watch? v=Biw8I58Bs8g
– હળવું – http://www.youtube. com/watch? v=UK17d1EMSAY

20) શ્રી ચિનુ મોદી “ઇર્શાદ”:
– 1 – http://www.youtube. com/watch? v=S0injId3d9Q
– 2 – http://www.youtube. com/watch? v=S6lyD6c1F70
– 3 – http://www.youtube. com/watch? v=Uwo2a5JTurM
– 4 – http://www.youtube. com/watch? v=9t2TGNvdGwI
– 5 – http://www.youtube. com/watch? v=LLsCSOeSa3E
– 6 – http://www.youtube. com/watch? v=0DjOQE0dTfY

21) શ્રી ચિનુ મોદી “ઇર્શાદ” સાથે પ્રશ્નોત્તરી:
– 1 – http://www.youtube. com/watch? v=zr73iC4ihY0
– 2 – http://www.youtube. com/watch? v=1aIUBaM1eaE
– 3 – http://www.youtube. com/watch? v=C7gtX0- wJBI

22) શ્રી રામ ગઢવી દ્વારા આભારવિધિ અને ભાવિ કાર્યક્રમોની જાણકારી:
http://www.youtube. com/watch? v=gLN3wdTJx2U

Posted in કાર્યક્રમ, સમાચાર | 3 Comments »