Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

‘સ્વર્ણિમ ગુજરાત ઉત્સવ’ની વિદેશયાત્રા… મણકો બીજો : સંત શ્રી મોરારીબાપુની રામકથા

Posted by ઊર્મિ on June 9, 2010

ગુજરાતી  લિટરરી  ઍકેડેમી  ઓફ  નોર્થ  અમેરિકા

સહર્ષ યોજે છે

  

‘સ્વર્ણિમ ગુજરાત ઉત્સવ’ની વિદેશયાત્રા… મણકો બીજો : સંત શ્રી મોરારીબાપુની રામકથા.

‘સ્વર્ણિમ ગુજરાત’નો ઉમંગ, સાહિત્યનો સત્સંગ અને રામકથાનો સંગ

દિવસે શ્રી મોરારી બાપુની રામકથા અને
સાંજે સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો
સમન્વય સાધતા સાંસ્કૃતિક કાર્યક્રમો.

                       

રવિવારે જૂનની છઠ્ઠીએ ‘સર્જકો સાથે સાંજ’ કાર્યક્રમના અંતે શ્રી રામ ગઢવીએ ગુજરાતી લિટરરી એકેડેમી (GLA) દ્વારા એડિસન, ન્યુ જર્સીમાં યોજાનારી પૂજ્ય શ્રી મોરારીબાપુની આગામી રામકથા વિશે જણાવ્યું હતું.  અમેરિકામાં થતી સાહિત્યિક પ્રવૃત્તિને વેગ આપવા માટે ‘સ્વર્ણિમ ગુજરાત’ નિમિત્તે શ્રી મોરારીબાપુએ લીધેલાં પાંચ સ્વર્ણિમ કથા-મણકાના સંકલ્પમાંથી બીજા કથા-મણકાને ખાસ GLAનાં સંચાલન હેઠળ એડિસન, ન્યુ જર્સીમાં આપવાનું નક્કી કર્યુ છે.  આ રામકથા પણ ગુજરાતી સાહિત્યને લગતી જ હશે.  શ્રી મોરારીબાપુના નામની સાથે ‘ગુજરાતી સાહિત્ય’ નો ઉલ્લેખ થતાં જ તમને મહુવામાં થતા ‘અસ્મિતા પર્વ’ ની યાદ આવી ગઈ ને?!  તો બસ, એમ જ સમજો કે આપણા માટે એ ‘અસ્મિતા પર્વ’ અહીં ઘર આંગણે આવી રહ્યું છે.

આ રામકથા જુલાઈની 3જી થી 11મી તારીખ સુધી યોજવામાં આવી છે.  જેમાં પ્રથમ દિવસે સમય બપોરે 4 વાગ્યા થી 7 વાગ્યા સુધીનો રહેશે અને બાકીના દિવસોમાં રોજ સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધીનો રહેશે.   રામકથાનાં બીજા દિવસથી રોજ સાંજે 7 થી 10 વાગ્યા સુધી સાહિત્યને લગતા કાર્યક્રમો યોજાશે.   જેમાં કવિ સંમેલન, સુગમ સંગીત, લોક સંગીત, ગઝલ-ગીત, તેમ જ ‘મેઘાણીથી મરીઝ સુધી’ જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે અને છેલ્લા દિવસે રાસ-ગરબા થશે.

કવિ સંમેલનમાં ગુજરાતથી આવનાર કવિઓ અને અમેરિકા નિવાસી કવિઓનો સમાવેશ થશે.  ગુજરાતથી આવનાર કવિઓમાં શ્રી સુરેશ દલાલ,  શ્રી રઘુવીર ચૌધરી, શ્રી માધવ રામાનુજ અને શ્રી ખલીલ ધનતેજવી,  શ્રી ચીનુ મોદી ઉપરાંત શ્રી પ્રણવ પંડ્યા અને શ્રી અંકિત ત્રિવેદી પણ હાજરી આપશે.  અમેરિકા નિવાસી કવિઓમાં શ્રી પન્ના નાયક, શ્રી ચંદ્રકાંત શાહ,  શ્રી અશરફ ડબાવાલા, શ્રી મધુમતી મહેતા, શ્રી નટવર ગાંધી, શ્રી નિલેશ રાણા, શ્રી પ્રીતિ સેનગુપ્તા તેમ જ શ્રી મોના નાયક ‘ઊર્મિ’ નો સમાવેશ થાય છે.  કવિ સંમેલનનું સંચાલન અંકિત ત્રિવેદી કરશે.

સુગમ સંગીત અને લોક સંગીતમાં શ્રી ભીખુદાન ગઢવી અને શ્રી સરોજબેન ગુંદાણી જેવા પીઢ ગાયકોની સાથે શ્રી નયન પંચોલી, શ્રી નયનેશ જાની અને શ્રી ઓસમાન મીર જેવા ગાયકો પણ હાજરી આપશે.

સમય :

કથા પ્રારંભઃ   શનિવાર, જુલાઈ ૩, સાંજે ૪:૦૦ વાગે
કથાઃ જુલાઈ ૪ થી જુલાઈ ૧૧, સવારે ૧૦:૦૦ થી બપોરે ૨:૦૦
સાંસ્કૃતિક કાર્યક્રમઃ જુલાઈ ૪ થી જુલાઈ ૧૦, સાંજે ૭:૦૦ થી ૧૦:૦૦

સ્થળ :

New Jersey Convention and Exposition Center,
97 Sunfield Avenue, Edison, New Jersey 08837
Phone : (732)
417-1400  or  732-661-1200  
(You can call them OR visit
Expo center’s website for the direction)

‘રામકથા’ કોડ-વર્ડ વાપરીને નીચેની ત્રણ હોટેલમાં $59 ના દરે તમે રૂમ બુક કરાવી શકો છો:

Quality Inn (in Ford) – 732-661-1313 – about 2 miles far (Near Royal Albert Palace)

Ramada Inn  (in North Brunswick) –  732-246-3737  – about 10-12 miles far

Kenilworth Inn (in Kenilworth) – 908-241-4100 – about 15 miles far – exit 138 from Garden State Parkway

*

You may also visit Bapu’s website for some more hotel information !

*

વધુ માહિતી માટે સંપર્ક કરો:

રામ ગઢવી 973-628-8269
ચંદુ શાહ 781-983-4941
મનુ ધોકાઈ 703-914-9340
ડૉ. જયેશ શાહ 973-812-0565
રોહિત પંડ્યા 718-706-1715
ગૌરાંગ મહેતા 973-633-9348
જસવંત મોદી 732-968-0867

* * *

13 Responses to “‘સ્વર્ણિમ ગુજરાત ઉત્સવ’ની વિદેશયાત્રા… મણકો બીજો : સંત શ્રી મોરારીબાપુની રામકથા”

 1. […] […]

 2. […] […]

 3. 9.6.2010.

  Dear sir,
  In absence of Gujrati keypad,I am inclind to post my comments in english.If possible you may provide gujarati keypad
  on your web.It will be useful for Gujrati viewers.Here we can express our feelings more better in our own tounge.I am daily user of Tahuko and Urmi=gagar man sagar.with deep regret,I have
  to bring to your kind notice that the web site iiramii is showing that the web has been place for sale.With due permission of Pujya Bapu you can place few ramkatha only audio
  version on your web.Will pl.inform whether next ramkatha to be
  held in July will be available live on channel AAstha ?
  With regards,
  Ramesh vyas,Ahmedabad.

 4. June 11, 2010 at 1:47 am
  Best to come on…સંત અને સાહિત્યનું સાન્નિધ્ય…ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા,ન્યુ જર્સીમાં ! (July 3-11).
  We wish that all Gujarati and Non Gujarati Join this event.
  BEST WISHES.

  Geeta Rajendra Trivedi,M.D. IMANE President
  Rajendra Trivedi, M.D. and Trivedi Parivar
  http://www.bpaindia.org
  http://www.yogaeast.net

 5. આપના બ્લોગને ગુજરાતી બ્લોગપીડીયા બ્લોગ એગ્રીગ્રેટર સાથે જોડેલ છે.આપ મુલાકાત લેશો . http://rupen007.feedcluster.com/

 6. શ્રી ગઢવી સાહેબ પ્રણામ,
  રામકથા સમયે સાહિત્ય ગોષ્ઠી થવાની છે તે જાણી આનંદ થયો છે.એમાં મારા ગામ માણસા ની બાજુના ગામ ના શ્રી રઘુવીર ચૌધરી સાહેબ પણ આવવાના છે.આ સાહિત્ય ગોષ્ઠી માં હાજર રહેવા ની ઈચ્છા છે.અમે પણ અમારા બ્લોગ માં ઘણા બધા વિવાદાસ્પદ લેખ મુકેલા છે.થોડા દિવ્યભાસ્કર ઓનલાઈન માં છપાએલા પ્રતિભાવ તરીકે.અમારો એકાદ લેખ આમાં વાચવાની પરમીશન મળે ખરી?જોકે અમે ભાષણ ના માણસ નથી.કદાચ બોલી ના પણ શકીએ.તો અમે પ્રિન્ટ કરી વહેચી શકીએ ખરા?આપ અમને રસ્તો સુજાવો તેવી પ્રાર્થના છે.આપ અમારા બ્લોગ ની મુલાકાત લઈને બધા લેખ વાચી શકો છો.અમે ટૂંક સમય માં મેમ્બરશીપ ફોર્મ ભરીને મોકલવા કટિબદ્ધ છીએ.ધન્યવાદ સાથે આભાર!!!

 7. June 11, 2010 at 1:47 am

  Best to come on…સંત અને સાહિત્યનું સાન્નિધ્ય…ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા,ન્યુ જર્સીમાં ! (July 3-11).
  We wish that all Gujarati and Non Gujarati Join this event.
  BEST WISHES.

  Geeta Rajendra Trivedi,M.D. IMANE President
  Rajendra Trivedi, M.D. and Trivedi Parivar
  http://www.bpaindia.org
  http://www.yogaeast.net

 8. 'ચાંદસૂરજ' said

  ન્યુ જર્શીના આંગણિયે તા. ૩ થી તા. ૧૧ જુલાઈ સુધી સંતશ્રી મોરારિબાપુની રામકથાનું કરવામાં આવેલું આયોજન ‘સ્વર્ણિમ ગુજરાત’ની રંગોળીના કલાત્મક અને સાંસ્કૃતિક ચાકળાથી સુશોભિત કરવામાં આવે અને કવિ સંમેલન, સુગમ સંગીત, લોક સંગીત, ગઝલ-ગીત, તેમ જ ‘મેઘાણીથી મરીઝ સુધી’ ના રંગો ભરેલા ભાતીગળ તોરણિયા ટાંગવામાં આવે ત્યારે એ ઓટલેથી વેરાતાં રંગો અને સૂરો જગ આંગણે પ્રસરાય એજ અભ્યર્થના.

 9. tilak said

  sir,
  will be ramkatha telecast in india? plz tell us. coz our relatives are in india

 10. Mahendra Mehta said

  માનનીય રામભાઈ

  હાર્દિક અભિનંદન,
  આપની સંસ્થા થકી અમે ૨૫ વર્ષથી ગુજરાતી સાહિત્યા માણ્યુછે
  આ પ્રસંગ મા જોડવાની ખૂબ ઈચ્છા હોવા છતા આવી શકતા નથિ,
  શુ ઍ કાર્યકામ તમે ટીવી પર પ્રસાર કરશો? શુ સમ્પૂર્ણ કાર્યકામ ની રેકૉર્ડ કે ડી વી મળી શકશે?
  આપ નો આભાર

 11. અમેરિકામાં આ રામકથા ટીવી એશિયા ચેનલ પર એક દિવસ મોડી પ્રસારિત થશે… ભારતમાં લગભગ આસ્થા ચેનલ પર બતાવવામાં આવશે.

 12. Bharat S. Shah, M.D. said

  What is the schedule of lectures by Raghuvirbhai, and others?

 13. […] […]

Sorry, the comment form is closed at this time.

 
%d bloggers like this: