Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

ગાંધી-કથા – ત્રીજો દિવસ (8મી એપ્રિલ, 2012) – વિડિયો ક્લિપ

Posted by ઊર્મિ on April 23, 2012

શ્રી નારાયણ દેસાઈની ત્રીજા દિવસની કથાનાં સાગરમાંથી કાગળ ઉપર સંગ્રહેલી થોડી અસ્તવ્યસ્ત બુંદો :

 • ગાંધીજીને પૂછવામાં આવતો એક પ્રશ્ન:  વિકટનાં સમયે શું ટકાવે છે?   ગાંધીજીનો જવાબ : હિન્દુસ્તાની લોકો વિશેની મારી શ્રદ્ધા.
 • ગુજરાતીઓ તિરસ્કારને સેવે છે.
 • હિન્દ સ્વરાજ વિશે… સ્વરાજ એટલે સ્વનું રાજ નહીં, સ્વ ઉપરનું રાજ.  (Not ruled of self, but overself.)
 • સાબરમતિ આશ્રમ – હિમાલય અને બંગાળ ભેગા થયા એટલે… શાંતિમય ક્રાંતિ.
  • આશ્રમ ત્રણ યજ્ઞને લઈ ચાલતો: 1) સામૂહિક સફાઈ યજ્ઞ – ક્રાંતિની ગાંધીની કલ્પનાનો સંકેત 2) સામૂહિક સૂતર યજ્ઞ – આર્થિક ક્રાંતિની ગાંધીની કલ્પનાનો સંકેત 3) સામૂહિક પ્રાર્થના યજ્ઞ – આધ્યાત્મિક ક્રાંતિની ગાંધીની કલ્પનાનો સંકેત
  • નારાયણ દેસાઈની આશ્રમનાં દિવસોની સ્મૃતિ :
   • બાલ્યાવસ્થા અને કુમારાવસ્થાના વર્ષો આશ્રમમાં ગયેલા… બધું મળીને ઉમંગનાં દિવસો.
   •    માંદાને જોવા ગાંધીજી પોતે જતા એટલે માંદા માણસ પોતાની માંદગી લાંબી ચાલે એવું માનતા…
   •     હર્ષોલ્લાસનાં દિવસો એ આધ્યાત્મિક પ્રાર્થના કરતાં પણ વધુ પ્રભાવી હતા.
  • શ્રીધરાણીએ એમનાં ‘My America, My India’ પુસ્તકમાં આશ્રમમાંથી  ગાંધીજીની અડધી રાતની ગિરફતારીનું વર્ણન કર્યુ છે…
  • ગામડે ગામડે લોકગીત ગવાતા… “દાંતણ કરતા જાવા રે ગાંધીજી, સ્વરાજ લઈ વ્હેલા આવજો રે…”
 • 15મી ઑગષ્ટ 1942ની સવારે (ત્યારે ગાંધીજી, કસ્તુરબા અને મહાદેવભાઈ આગાખાન મહેલમાં કેદ હતા)… મહાદેવભાઈ દેસાઈનાં મૃત્યુ પહેલાં કસ્તુરબાએ એમને કહેલું કે “હું પણ આ મંદિરમાંથી બહાર જવાની નથી… સ્વરાજ કદાચ વહેલું આવશે.” અને 15મી ઑગષ્ટ 1947નાં રોજ સ્વરાજ મળેલું.   કસ્તુરબા પણ ત્યાં જ મૃત્યુ પામેલા…
 • કસ્તુરબાની મૃત્યુ પહેલાની માંદગી વખતે એમનાં પુત્રો રામદાસ અને દેવદાસને મળવાની મંજૂરી હોવાથી એમને મળવા દીધેલાં, પરંતુ પુત્ર હરીલાલની મળવાની મંજૂરી લીધી ન હોવાથી એમને મળવા દીધા ન્હોતા… નારાયણ દેસાઈ – “હરીલાલ બળવાખોર હતા, પરંતુ પિતા-પુત્ર વચ્ચેનો સ્નેહ મેં જોયો છે.”
 • ગાંધીજીનાં મૃત્યુ પહેલાનાં ત્રણ યજ્ઞો : નોઆખલીની યાત્રા, કલકત્તા અને દિલ્હીનાં ઉપવાસ… દેશમાં શાંતિ માટે.
 • 8-9 ફેબ્રુઆરી 1948નાં રોજ ગાંધીજીનાં કરાંચી જવાના કાર્યક્રમો બન્યા હતા.  ઝીણાએ એમની સાથે રહી હિંદુ-મુસ્લીમ એકતા પર કામ કરવાનું નક્કી કર્યું હતું.

જ્યારે ગાંધીકથાસાગરની બુંદોને કાગળ પર ઉતારતી નહોતી ત્યારે એને વિડિયો કેમેરામાં કેદ કરતી હતી… તો આ રહી એ કથાનાં છેલ્લા દિવસની મારા વિડિયો કેમેરામાં કેદ થયેલી થોડી ઝાંખી…

નમ્ર ચેતવણી : આ વિડિયો ક્લિપ દોઢેક કલાક લાંબી હોવાથી ચાનાં બે-ચાર કપ લઈને બેસવા વિનંતી…  🙂

આ ક્લિપમાં આવતા ગીતો…
– લોક જાગરણ ! પ્રચંડ લોક જાગરણ !  લોક જાગરણ કરંત ભય તણું હરણ !
– (આશ્રમ સ્થાપના) જ્યાં સાબરમતીનાં નીર વધામણી આપે, ત્યાં બાપુ આશ્રમ સ્થાપે… જ્યાં કુત્તા સામે સસલું ખડું પ્રતાપે, ત્યાં ગાંધી આશ્રમ સ્થાપે.
– જાગ નારી રે !  જાગ નારી રે ! ભારતની નારી, તિમિરને વિદારી ચેતન ચિનગારી ! જાગ નારી રે…
– (કસ્તુરબાની વિદાય પ્રસંગે) આવીને ચાલી ગઈ, રે પ્રીત મારી આવીને ચાલી ગઈ…
– (પૂર્ણાહુતિ) દુર્ભાગી એ દિન હતો, ને હતભાગી એ ઘડી… ભાનભૂલ્યા એક માનવે જે દી’ વીંધ્યા માનવ-મેરુને…

* * *

ગાંધીકથા વિશેનું મારું અંગત મંતવ્ય : જીવનમાં બે-ચાર રામ-કૃષ્ણ કથા ઓછી સાંભળશે તો વાંધો નહીં, પરંતુ દરેક ગુજરાતીએ કમ સે કમ એકવાર તો ગાંધીકથા જરૂર સાંભળવી જોઈએ જ !

* * *

Sorry, the comment form is closed at this time.

 
%d bloggers like this: