મિત્રો,
શ્રી સુરેશ દલાલ
૧૧ ઑક્ટોબર, ૧૯૩૨ – ૧૦ ઑગસ્ટ, ૨૦૧૨
હજી શ્રી ભોળાભાઈ પટેલના અવસાનની કળ વળી નથી ત્યાં ગુજરાતી સાહિત્યજગતનો બીજો એક જ્વલંત તારલો ખરી પડ્યો છે. કવિતા શબ્દની સાથે જેમનું નામ એક પર્યાય બની ગયું છે એવા વડિલ સાહિત્યકાર ને ઍકેડેમીના શુભેચ્છક મિત્ર શ્રી સુરેશ દલાલ આજે આપણને છોડી ગયા છે.
આશા હતી કે ‘ચલો ગુજરાત ૨૦૧૨’માં ફરી એકવાર એમને મળવા-સાંભળવાની તક મળશે અને કદાચ આપણા આઠમા સંમેલનમાં પણ એમની હાજરી હોય, ત્યાં તો સમાચાર આવે છે કે સુરેશભાઈનાં કદી ન થંભતાં ચરણ કોઈ દિવ્ય ‘વાંસળીના સૂર’ સાંભળી ચાલી નીકળ્યાં છે.
એમનો આત્મા પૂર્ણ શાંતિને પામે એવી પ્રાર્થના.
રામ ગઢવી