નવી કાર્યવાહી સમિતિ ૨૦૧૩-૨૦૧૬
Posted by glaofna on June 27, 2013
ઍકેડેમીના બંધારણ પ્રમાણે દર ત્રણ વરસે સાત સભ્યોની એક નવી કાર્યવાહી સમિતિ (Executive Committee) ચૂંટવાની હોય છે. ઘણાં વર્ષોથી Election Commissioner તરીકે સેવા આપતા શ્રી સુરેશ દેસાઈની દેખરેખ નીચે થયેલી ૨૦૧૩ની ચૂંટણીનું પરિણામ જાહેર કરતો શ્રી દેસાઈનો પત્ર આ સાથેની attachmentમાં મોકલ્યો છે.
મે-૨૦૧૩થી એપ્રિલ-૨૦૧૬ની મુદત માટે બીન-હરીફ ચૂંટાયેલી નવી કાર્યવાહી સમિતિ આ પ્રમાણે છેઃ
રામ ગઢવી – પ્રમુખ
રોહિત પંડ્યા – ઉપ-પ્રમુખ
જયેશ શાહ – મંત્રી
ગૌરાંગ મહેતા – ખજાનચી
દર્શના ઝાલા – સભ્ય
મનુ ધોકાઈ – સભ્ય
જસવંત મોદી – સભ્ય
સાત સભ્યોની આ ચૂંટાયેલી સમિતિની નિમણૂક ૧-મે-૨૦૧૩થી ૩૦-એપ્રિલ-૨૦૧૬ સુધી અમલમાં રહેશે. આ ઉપરાંત બંધારણમાં બે વધુ સભ્યોને નીમવાની (co-opt કરવાની) જોગવાઈ છે જેમનાં નામ આ પછી જણાવશું.
નવી સમિતિની રાહબરી નીચે આવતાં ત્રણ વર્ષમાં ઍકેડેમી વધુને વધુ પ્રવૃત્તિ કરી શકે એવી આપ સહુની શુભેચ્છા માગીએ છીએ. એ અંગેનાં આપનાં સૂચનો રામ ગઢવીને ramgadhavi@glaofna.com પર ઈ-મેઇલથી મોકલવા વિનંતિ છે.
નવી કાર્યવાહી સમિતિ વતી,
રામ ગઢવી
3 Responses to “નવી કાર્યવાહી સમિતિ ૨૦૧૩-૨૦૧૬”
Sorry, the comment form is closed at this time.
KIRIT VAIDYA said
all the best
KIRIT VAIDYA 54 QUAIL TRAIL TRUMBULL,. CT. 06611-5259 USA be happy always
________________________________
Bharat Trivedi said
નવી કાર્યવાહી સમિતિ માટે અનેક શુભેચ્છાઓ.
Prashant Patel said
Wishing the new committee members All the Best!
Looking forward to the exciting next three years.