Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

Archive for September, 2015

કાવ્યાસ્વાદ

Posted by glaofna on September 20, 2015

શ્રી મધુસૂદન કાપડિયા દર મહિને થોડાંક ઉત્તમ ગુજરાતી કાવ્યોનો આસ્વાદ વિડીઓ મારફત કરાવશે. શરૂઆત પ્રહલાદ પારેખનાં  કાવ્યોથી થશે. પછીના મહિનાઓમાં ઉમાશંકર, રાજેન્દ્ર શાહ, કાન્ત, ન્હાનાલાલ, સુન્દરમ્‌, શ્રીધરાણી, પ્રિયકાંત મણિયાર, બાલમુકુન્દ દવે અને બીજા કવિઓની રચનાઓનો આસ્વાદ કરાવવાની એમની નેમ છે.

  1. કાવ્યાસ્વાદના દરેક કાર્યક્રમનું વિડીઓ રેકોર્ડિંગ YouTube પર મૂકવામાં  આવશે, અને એની લિંક આપને નીચેના લિસ્ટમાંથી મળશે.  આપની પસંદગીની લિંક ક્લિક કરવાથી આપ એ આસ્વાદ જોઈ શકશો.
  2. આસ્વાદ જોતા-સાંભળતા પહેલાં કાવ્યોની નકલ જોઈતી હોય (આસ્વાદ પૂરેપૂરો માણવા માટે એ જરૂરી છે) તો એક ઈ-મેઇલ madhu.kapadia38@gmail.com પર મધુસૂદનભાઇને મોકલશો. અનિવાર્ય હોય તો જ 973-386-0616 નંબર પર ફોન  કરશો.
  3. દર મહિનાની વીસમી તારીખની આસપાસ એક નવો આસ્વાદ ઉમેરાશે જે લગભગ એક કલાક જેટલો  ચાલશે. આપની અનુકૂળતા પ્રમાણે જોવા-સાંભળવા વિનંતી.
  4. આસ્વાદ માણ્યા પછી આપનો પ્રતિભાવ YouTube પરના એ આસ્વાદના  Comments વિભાગમાં મૂકશો, મધુસૂદનભાઈને madhu.kapadia38@gmail.com પર ઈ-મેઇલ દ્વારા મોકલવા વિનંતી.
  5. આ આસ્વાદો સીધા YouTube પર ‘Kavyasvad’ની search કરવાથી પણ શોધી શકાશે.
  6. આ કાર્યક્રમનું વિડીઓ-સંકલન સુરેન્દ્ર કાપડિયાએ તૈયાર કર્યું છે. સુરેન્દ્રભાઈનો સંપર્ક ઈ-મેઇલથી surenkumud4448@gmail.com  પર, અને અનિવાર્ય હોય તો 909-599-9885 પર ફોનથી થઈ શકશે.

YouTube પર મુકાઈ ચૂકેલા કાર્યક્રમો – નવા પ્રથમ:

07/25/2016 નિરંજન ભગત – પ્રાસ્તાવિક – મુગ્ધ કાવ્યમુદ્રા

07/25/2016 નિરંજન ભગત – નિર્ભ્રાન્ત કાવ્યમુદ્રા – ભાગ 1 ગાયત્રી

07/25/2016 નિરંજન ભગત – નિર્ભ્રાન્ત કાવ્યમુદ્રા – ભાગ 2 ગાયત્રી

07/25/2016 નિરંજન ભગત – નિર્ભ્રાન્ત કાવ્યમુદ્રા – ભાગ 3 ગાયત્રી

07/25/2016 નિરંજન ભગત – “મુંબઈનગરી” અને “એક્વેરીયમમાં”

07/25/2016 નિરંજન ભગત – “આંધળો” અને “આધુનિક અરણ્ય”

04/13/2016 શ્રી રઘુવીર ચૌધરીને ગ્યાનપીઠ અવોર્ડ – પ્રાસ્તાવિક

04/13/2016 મને કેમ ના વાર્યો – રઘુવીર ચૌધરી

04/13/2016 વહેતાં વૃક્ષ પવનમાં – રઘુવીર ચૌધરી

04/13/2016 ફૂટપાથ અને શેઢો – રઘુવીર ચૌધરી

નીચેના પાંચ રસાસ્વાદો શ્રી મણિલાલ હ. પટેલે કરાવેલા છે :

02/17/2016 તારો મેવાડ મીરાં છોડશે – રમેશ પારેખ

02/17/2016 વેરાન – જયંત પાઠક

02/17/2016 સોહાગ રાત અને પછી – ઉશનસ્‌

02/17/2016 એક બપોરે – રાવજી પટેલ

02/17/2016 હઠ છોડી દે – મણિલાલ હ. પટેલ

શ્રી મધુસૂદન કાપડિયાના આસ્વાદો:

12/19/2015 વૈષ્ણવજન તો – નરસિંહ મહેતા

12/19/2015 સ્તુતિનું અષ્ટક – કવિ ન્હાનાલાલ

12/19/2015 મંગલ મંદિર ખોલો – નરસિંહરાવ દિવેટિયા

12/19/2015 એક જ દે ચિનગારી – હરિહર ભટ્ટ

11/23/2015 આજ અમે અંધારું શણગાર્યું – પ્રહ્‌લાદ પારેખ

11/23/2015 વાતો – પ્રહ્‌લાદ પારેખ

11/23/2015 ભણકારા – બ. ક. ઠાકોર

10/21/2015 આજ અંધાર – પ્રહ્‌લાદ પારેખ

10/21/2015 ઘાસ અને હું – પ્રહ્‌લાદ પારેખ

09/20/2015 કાવ્યાસ્વાદ પ્રસ્તાવના

09/20/2015 પ્રહ્‌લાદ પારેખનાં કાવ્યો

Posted in Uncategorized | Comments Off on કાવ્યાસ્વાદ