ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકાના બંધારણ પ્રમાણે દર ત્રણ વરસે થતી કાર્યવાહી સમિતિની ચૂંટણીનો સમય આવી ગયો છે. 2019-2022 માટેની નવી સમિતિના સાત હોદ્દેદારોની ચૂંટણી માટે ઊભા રહેવા માગતા સભ્યોને એમના દરખાસ્ત પત્રો આ સાથેની સૂચના અનુસાર સમયસર મોકલી આપવા માટે વિનંતિ છે.
ચૂંટણીની વ્યવસ્થા સમજાવતો પત્ર અને હોદ્દેદાર-દરખાસ્ત માટેનું ફોર્મ આ ઇમેઇલ સાથે મોકલીએ છીએ. ચૂંટણીમાં ઊભા રહેવા માગનાર સભ્યોને વિનંતિ છે કે દરખાસ્તનું ફોર્મ છાપી, સૂચના પ્રમાણે એને ભરીને ટપાલથી અથવા ઈમેઇલથી ચૂંટણી નિયામકને સમયસર મોકલી આપે.
આ ચૂંટણીની દેખરેખ માટે નિયામક તરીકેની જવાબદારી ઍકેડેમીના લાંબા સમયથી સભ્ય ડૉ. સુનિલ શાહે સંભાળી છે. આ સાથેના પત્રમાં સમજાવેલા સમયપત્રક પ્રમાણેની વ્યવસ્થામાં સુનિલભાઈને આપનો સહકાર મળે એવી અપેક્ષા છે.
ચૂંટણીમાં ઊભા રહેનાર દરેકને અમારી શુભેચ્છાઓ.
નીચેની કોઈ એક લિંક પર ક્લિક કરોઃ
Election 2019 Schedule and Call for Nominations