ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાના સભ્યોને અને સમગ્ર ગુજરાતી ભાષા સાથે જોડાયેલ મિત્રોને વિનંતી કે જો તેઓ તેમના લેખ કે કૃતિનો સમાવેશ દેશ-વિદેશના આવતા અંકમાં કરવા માગતા હોય તો અમને glaofna@gmail.com પર ઇમેઇલ કરવા વિનંતી. તમારી કૃતિ મોકલવાની છેલ્લી તારીખ માર્ચ ૧૫મી છે. અંક ઇમેઇલમાં ટાઈપ હોય તો ચાલશે અથવા વર્ડમાં મોકલવા વિનંતી. (PDFમાં નહિ ચાલે)
તમારે ફક્ત નીચેની લિંક પર ક્લિક કરવાનું છે – કોઈ રજીસ્ટ્રેશનની જરૂર નથી. (Please copy paste below link into your internet browser) https://www.youtube.com/radhamehtaofficial
ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાનાં કમિટી સભ્ય અપેક્ષાબેન દવે ના પતિ શ્રી અસિતભાઈ દવેનું જાન્યુઆરી ૨ નાં રોજ વીલ કોર્નેલ હોસ્પિટલ, ન્યુ યોર્ક ખાતે નિધન થયું છે. તેઓ લીવર અને કિડનીની બીમારીથી પીડાતા હતા. પ્રભુ સદગતના આત્માને શાંતિ અર્પે અને તેમના પત્ની અપેક્ષાબેન, ત્રણ દીકરીઓ રિયા, રેશ્મા અને રોશનીને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે. તેમના સમગ્ર પરિવારજનોને અમારા સૌ તરફથી પ્રાર્થના.
ઉપર જણાવેલ કવિજનોને આપના તરફથી કોઈ પ્રશ્ન પૂછવા હોય અથવા એમની કોઇ રચના જે આપને મનગમતી હોય એ સાંભળવાની અભિલાષા હોય તો આપ અમને નીચે દર્શાવેલ ઇમેઇલ પર રિક્વેસ્ટ મોકલી શકો છો.અમે આપના નામ અને શહેરનાં નામ સાથે એ પ્રશ્ન/વિનંતી એમના સુધી પહોંચતી કરવાના શક્ય એટલા તમામ પ્રયાસો કરીશું . આભાર..