Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

Archive for the ‘Uncategorized’ Category

શ્રી નિરંજન ભગતનું દુઃખદ નિધન

Posted by glaofna on February 2, 2018

મિત્રો,

ઘણા ખેદથી જણાવીએ છીએ કે ગુજરાતને અને આખા જગતના સાહિત્યવિશ્વને એક મોટી ખોટ પડી છે. જેમના સાહિત્યપ્રદાનને વર્ણવતાં કોઈ જ વિશેષણો ઓછાં પડે એવા ગુજરાતી અને અંગ્રેજી ભાષા તથા સાહિત્યના અપ્રતિમ વિદ્વાન અને શિક્ષક, મુર્ધન્ય સાહિત્યકાર શ્રી નિરંજન ભગતને આપણે ગુમાવી બેઠા છીએ.

N Bhagat
શ્રી નિરંજન ભગત
(1926-2018)

ભગત સાહેબના હુલામણા નામથી ઓળખાતા નિરંજનભાઈને સાહિત્ય પરિષદ ખાતેની એક લાંબી બેઠક દરમ્યાન જ સ્ટ્રોક આવવાથી ત્યાંથી સીધા જ હોસ્પિટલ લઈ જવાયેલા. ત્યાં ચારેક દિવસ રહ્યા પછી ઘરે જઈને એમણે આ નશ્વર જગતને પહેલી ફેબ્રુઆરી 2018ની સાંજે છોડ્યું.

ભગત સાહેબે આપણી ઍકેડેમી પર ઘણો જ પ્રેમ દર્શાવીને આપણાં ત્રણ સંમેલનોમાં હાજરી આપેલી. એમણે મુખ્ય મહેમાનપદેથી આપેલું વક્તવ્ય ‘નિર્વાસનનું સાહિત્ય’ અને બે સંમેલનોમાં ઉમાશંકર જોશી વિષેનાં એમનાં પ્રવચનો એમની વિદ્વત્તાના પ્રતિકો હતાં. ઍકેડેમીની અંગ્રેજી ભાષાંતર માટેની યોજના માટે ‘હિમાલયનો પ્રવાસ’ પુસ્તકની સર્વાનુમતે પસંદગી કરવામાં પણ એ ભાગીદાર હતા.

‘ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું’ કહેનાર ભગત સાહેબ પરમ પ્રેમ અને શાંતિને પામો.

રામ ગઢવી

Posted in Uncategorized | 2 Comments »

ગાંધીબાપુનાં સંભારણાં

Posted by glaofna on January 24, 2018

Gandhi Program Jan 2018

Posted in Uncategorized | Comments Off on ગાંધીબાપુનાં સંભારણાં

સંબંધોની સૂરાવલિ – પાર્થ અને સંજય ઓઝા

Posted by glaofna on October 20, 2017

PARTH OZA EVENT

Posted in Uncategorized | 3 Comments »

સફર સૂર-વૈભવી

Posted by glaofna on September 21, 2017

Safar Soor-Vaibhavi

Posted in Uncategorized | Comments Off on સફર સૂર-વૈભવી

શ્રી ઉત્કર્ષ મઝુમદાર અને શ્રી મીનળ પટેલ

Posted by glaofna on August 17, 2017

U Mazumdar and Minal Patel Program 25-Aug-17-1

Posted in Uncategorized | 1 Comment »

ભગવદ્‌ગીતા, આધુનિક સમયમાં

Posted by glaofna on June 18, 2017

Bhagyesh Jha 23-Jun-17

Posted in Uncategorized | Comments Off on ભગવદ્‌ગીતા, આધુનિક સમયમાં

કૃષ્ણાયન અને કાજલ – 18-જૂન-2017

Posted by glaofna on June 12, 2017

KOV Leaflet-2017-June-18

Posted in Uncategorized | 3 Comments »

હાસ્યાંજલિ અને કાવ્યાંજલિ- ૨૧ એપ્રિલ, ૨૦૧૭ સાંજે ૭ વાગ્યે @ TV Asia Auditorium, Edison, NJ

Posted by ઊર્મિ on April 18, 2017

IMG-20170411-WA0013

Posted in Uncategorized | 2 Comments »

14-15-16 ઑક્ટોબરે યોજાયેલા દસમા દ્વિવાર્ષિક સંમેલનનો વિગતવાર કાર્યક્રમ

Posted by glaofna on September 17, 2016

આપણા ઝડપથી આવી રહેલા 14-15-16-ઑક્ટોબરના સંમેલનનો કાર્યક્રમ પાકો થઈ ગયો છે એ અહીં આપીએ છીએ. અમને ખાત્રી છે કે આ કાર્યક્રમ આપને ગમશે. એને ‘પ્રાથમિક’ ફક્ત એટલા માટે કહીએ છીએ કે હજી પણ આમાં નાનામોટા ફેરફાર કરવાની જરૂર પડે એવા સંજોગો ઊભા થઈ શકે.

રજિસ્ટ્રેશન ઘણાં આવી ગયાં છે અને આવતાં જાય છે. જેમણે ન કરાવ્યું હોય એમને યાદ દેવરાવીએ કે ઓછા દરના વહેલા રજિસ્ટ્રેશન અમને 30-સપ્ટેમ્બર સુધીમાં પહોંચવા જરૂરી છે. જો આવવાના જ હો તો એ તારીખ પહેલાં રજિસ્ટ્રેશન પહોંચાડીને અકારણ ખર્ચ બચાવવા અને અમને પણ તૈયારીમાં સરળતા કરવા આપને આગ્રહભરી વિનંતિ છે.

વિગતવાર કાર્યક્રમ જોવા નીચેની લિંક પર ક્લિક કરોઃ

2016-sammelan-preliminary-program

Posted in Uncategorized | 3 Comments »

દસમું દ્વિવાર્ષિક સાહિત્ય સંમેલન

Posted by glaofna on July 14, 2016

ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા

સહર્ષ યોજે છે

દસમું સાહિત્ય સંમેલન

આવો, ફરી એક વાર સાથે મળીને
આપણા જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા ચાર સાહિત્યકારોની સિદ્ધિઓને યાદ કરીએ,
સાહિત્યનો રસ લૂંટીએ, કાવ્યસંગીત અને બીજું મનોરંજન માણીએ.

દિવસો

શુક્ર-શનિ-રવિ, 14-15-16 ઑક્ટોબર, 2016

સ્થળ

ફૅરબ્રિજ હોટેલ ઍન્ડ કૉન્ફરન્સ સેન્ટર, ઈસ્ટ હૅનોવર, ન્યુ જર્સી

આમંત્રિત મહેમાનો

શ્રી રઘુવીર ચૌધરી, શ્રી રતિલાલ બોરીસાગર, શ્રી મનસુખ સલ્લા અને શ્રી જય વસાવડા,
શ્રી અમર ભટ્ટ, શ્રી ગાર્ગી વોરા, શ્રી ભીખુદાન ગઢવી

સંમેલન રજિસ્ટ્રેશન ફોર્મ, ખાસ ગોઠવેલા હોટેલના દર અને બીજી માહિતી નીચેની લિંક પરથી મળશે.

Sammelan 2016 Initial Announcement

2016 Sammelan Registration and Mem-application

2016 Sammelan Hotel Reservation Info

જેમ બને તેમ જલ્દી આપનું રજિસ્ટ્રેશન મોકલવા વિનંતિ છે.

માહિતી :
રામ ગઢવી 973-628-8269 *  ડૉ. જયેશ શાહ 973-812-0565
જશવંત મોદી 732-968-0867 * ગૌરાંગ મહેતા 973-633-9348
ડો. દર્શના ઝાલા 484-380-3160 * ગીની માલવિયા 609-924-1597 * હરીશ રાવલિયા 973-694-4547
આશિષ દેસાઈ 973-652-6607 * રથીન મહેતા 908-720-9082

Posted in Uncategorized | 3 Comments »