Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

GLAofNA mourns the passing of Dr. Bharat Shah

Posted by Ashish Desai on April 30, 2020

મિત્રો,

હજી તો ઉષાબેન શાહના અવસાનના સમાચારની શાહી સુકાણી પણ નથી ત્યાં બીજા દુઃખદ સમાચાર મળે છે. આપણી ઍકેડેમીના ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. ભરત શાહનું બુધવાર, એપ્રિલ 29ની બપોરે અવસાન થયું છે.

મૃત્યુ વિષમ છે. કોરોનાવાઈરસના ભયંકર ભરડામાં કોઈની છેલ્લી પળોમાં નિકટના કુટુંબીઓ કે મિત્રો હાજર પણ ન હોય એ પરિસ્થિતિ એ વિકટ મૃત્યુને વિષમ બનાવે છે. મરણ પછીના શોકમાં કોઈથી જોડાઈ પણ ન શકાય એ આપણી હાલત તો દયાજનક છે.

1995-98 દરમ્યાનનાં વર્ષોના ઍકેડેમીના પ્રમુખ તરીકેનું ભરતભાઈનું અર્પણ મૂલ્યવાન હતું. ઍકેડેમીના અતિથિ બનીને આવેલા આમંત્રિત સાહિત્યકારોની ઉષાબેન અને ભરતભાઈ પ્રેમપૂર્વક સરભરા કરતાં, અને ભરતભાઈ એમને આખા ન્યૂયોર્કમાં ફેરવતા, મ્યુઝિયમો સુદ્ધાં નિષ્ઠાપૂર્વક દેખાડતા. વ્યવસ્થાશક્તિ એ પણ ભરતભાઈની વિશેષતા હતી.

ભરતભાઈ બુદ્ધિધન હતા, એમનું વાચન વિશાળ હતું, એમની સાહિત્યિક અભિરુચિ ઊંડી હતી. એમની આત્મચરિતાત્મક લઘુનવલ ‘સમીપે’થી ભરતભાઈનું નામ ગુજરાતી સાહિત્યજગતમાં ચિરંજીવ રહેશે. એમણે બીજાં પણ ઘણાં પુસ્તકો આપ્યાં જેમાંનાં ગુજરાતી અને સંસ્કૃત શીખવાનાં પુસ્તકો આજે પણ લોકો ઍમૅઝોન પર ખરીદે છે. ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યમાં ભરતભાઈનું પ્રદાન અગ્રગણ્ય રહેશે.

સ્નેહીઓ તેમને યાદ કરશે તેમના મળતાવડા સ્વભાવ અને સુક્ષ્મ વિનોદવૃત્તિ માટે.

ભરતભાઈ એમની પાછળ એક બહોળા કુટુંબસમુદાયને વિલાપ કરતો મૂકી ગયા છે. પુત્ર નિખિલ અને પુત્રી મનીષા એક જ અઠવાડિયામાં માતાપિતા બન્નેને અસહ્ય રીતે ગુમાવી બેઠા છે. એમને ઍકેડેમીના સભ્યો વતી એટલું જ કહેવાનું છે કે તમારા શોકમાં અમે સૌ સહભાગી છીએ.

ઈશ્વર સૌને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે, અને સદ્‍ગતનો આત્મા પરમ શાંતિને પામે એવી પ્રાર્થના.

કાર્યવાહી સમિતિ,

ગુજરાતી લિટરરી ઍકેડેમી ઑફ નોર્થ અમેરિકા

Posted in Uncategorized | Comments Off on GLAofNA mourns the passing of Dr. Bharat Shah

The e-Kavi Sammelan is now available on youtube

Posted by Ashish Desai on April 27, 2020

e-Kavi Sammelan

Posted in Uncategorized | 2 Comments »

e-Kavi Sammelan April 26 at 11:30AM – EST

Posted by Ashish Desai on April 21, 2020

Posted in Uncategorized | Comments Off on e-Kavi Sammelan April 26 at 11:30AM – EST

ફરી એકવાર આપની ઈચ્છાને માન આપીને શ્રી નરેન્દ્રભાઈ ભાલોદકર “कृष्णा ओवर कोरोना રજુ કરે છે:

Posted by Ashish Desai on April 16, 2020

Namaskar. Hope your family and you are safe and doing well.

This is an announcement of a A Soulful and Spiritual Musical Program,

“कृष्णा ओवर कोरोना, Krishna OVER Corona”
” Shri Krishnah Sharanam Mama”

on Saturday, April 18th at 10 am EST USA and 7:30 pm Indian standard time.

Please join by clicking URL https://zoom.us/j/5166276211

Meeting ID is 516-627-6211

Password is 1234

I encourage you to inform, forward this email and call to your friends and family members in USA and elsewhere.

Though not mandatory, please RSVP to narendra.bhalodkar@gmail.com for better planning. Please write ” Krishna OVER Corona” in subject and kindly provide your WhatsApp and/or mobile number.

Enjoy and stay safe!!

Posted in Uncategorized | Comments Off on ફરી એકવાર આપની ઈચ્છાને માન આપીને શ્રી નરેન્દ્રભાઈ ભાલોદકર “कृष्णा ओवर कोरोना રજુ કરે છે:

कृष्णा ओवर कोरोना – Krishna OVER Corona – An Online Show

Posted by glaofna on March 26, 2020

Indo-American Senior Citizen Center of NY, Gujarati Samaj of NY, Gujarati Literary Academy of North America, Senior Community Center of Vaishnav Temple of NY, Brahmin Society of NY, Spiritual Development Center, and Maharashtra Mandal jointly brings:

A Soulful and Spiritual Musical Program  “कृष्णा ओवर कोरोना – Krishna OVER Corona”” “ Shri Krishnah Sharanam Mama”  On Zoom platform on Internet at your home. A unique Audio/Visual Program Bringing Tranquility, Bliss and Anand!

Concept, Compiled & Compered by Dr. Narendra Bhalodkar  

Program will consist of video and audio songs as well as live recordings, encompassing “Raseshwar” to “Raaseshwar” Krishna, from Birth to Mathura-gaman, in six languages

Poetry by: Ved Vyas, Meera, Narsinh Mehta, Raskhan, Surdas, Kabir, Tukaram, Ramesh Parekh, Priykant Maniar, Suresh Dalal, Harindra Dave, & khusro etc.

Dr. Bhalodkar will compere the program and speak briefly about each of the musical selection and cross-reference it with our scriptures (Gita, Bhagwat and Mahabharat etc.) Ghazals & Poetry

Date: April 4th, Saturday 10:30 am to 12:30 pm EST of USA. (Sharp) 

How to view this: You can also join videoconference by using following URL And that is: https://zoom.us/j/6023165077. This LINK will take you directly into the videoconference.

1) In these trying times of Corona Virus Pandemic, we need to be keeping ourselves calm

and least stressful and such spiritual program may be be able to help us do so.

2) It is from their home on their home computer, smartphones, iPad and Laptops.

3) More than one family members can log in for the flexibility and convenience.

4) They may inform and invite their friends and family and can forward this invitation to them.

5) To join:  Simply click on this link: https://zoom.us/j/6023165077 on Saturday – April 4th no later than 10:30am EST – (8pm INDIA time)

Challenging times bring out best of us.

Seeking best wishes and blessings from almighty God and you all.

Regards Ram Gadhavi/Ashish Desai

Posted in Uncategorized | 3 Comments »

ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા- દ્વિવાર્ષિક અધિવેશન આવતાં વર્ષ સુધી મોકૂફ

Posted by Ashish Desai on March 22, 2020

Dear Members and Well-wishers of Gujarati Literary Academy of North America:

We strongly believe: “Together we can make it through anything! We must stay in close contact via social media”.

The health and safety of our members is always our top priority. Because of the uncertainty of the current situation and the end of this corona virus or COVID-19 disease is not known, unfortunately we will have to postposed our Biennial Function from this year September 2020 to September 2021.   

Please stay safe and reach out to us if you have any questions or suggestions.

Regards

Ram Gadhavi/Ashish Desai

Posted in Uncategorized | Comments Off on ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા- દ્વિવાર્ષિક અધિવેશન આવતાં વર્ષ સુધી મોકૂફ

Year 2019 at a glance:

Posted by Ashish Desai on January 2, 2020

Year 2019 at a glance for #GLAOFNA

May 11: “જૂઈ મેળો” ઉષાબેન ઉપાધ્યાય અને અમેરિકા સ્થિત કવયેત્રીઓ સાથે
પુસ્તક વિમોચન “તારક મહેતા – સ્મૃતિ વિશેષ” – સંકલન: ઈશાની શાહ અને ગીની માલવિયા
May 19: “કવિ કર્મ” મધુસુદન કાપડિયા સાથે વાર્તાલાપ
Jun 01: “આપણા ગાંધીબાપુ – શ્રી ઝવેરચંદ મેઘાણી ના શબ્દો માં” કલાકારો: નીતિનભાઈ દેવકા, રમેશભાઈ બાપોદરા અને મંજરી મેઘાણી
Aug 17: “આર જે દેવકી સાથે કરીએ પ્રેમની વાતો”
Sep 05: “એક સાંજ શ્રી સિતાંશુ યશશ્ચન્દ્ર સાથે”
Nov 05: “કક્કા નો ક કે ABCD નો A શ્રી જય વસાવડા”
“સંગીતની રમઝટ શ્રી નયન પંચોલી, ફોરમબેન શાહ અને દીપકભાઈ ગુંદાણી સાથે”
DEC 08: “મન પાંચમ નો મેળો” – એક આનંદી બપોર શ્રી શોભિત દેસાઈ અને શ્રી ચંદુ શાહ સાથે

જે સભ્યો અને મહેમાનોએ આ કાર્યક્રમો માણ્યા એમનો ખુબ આભાર
ફરી એક વાર નવા કાર્યક્રમો સાથે મળીશું 2020 માં…!

Posted in Uncategorized | 2 Comments »

Updates

Posted by Ashish Desai on December 23, 2019

GLAOFNA had two successful shows.

  1. Jay Vasavada and Nayan Pancholi with Foram Shah and Deepak Gundani on Nov 23rd 2019.
  2. “Man Pacham No Melo” with Shobhit Desai and Chandu Shah on Dec 8th 2019.
    Both shows had tremendous responses. The attendees were over 250 in each show. We sincerely thank Shri Ashok Bhatt for the support to provide us with the venue.

We expect even better response by all our members to attend the shows in 2020. Till then Gujarati Literary Academy of North America wishes all happy and healthy and successful year 2020!

Also, just a reminder the 12th Biennial Sahitya Sammelan will be held in coming September 2020.

Posted in Uncategorized | Comments Off on Updates

મન પાંચમનો મેળો

Posted by Ashish Desai on November 28, 2019

Posted in Uncategorized | Comments Off on મન પાંચમનો મેળો

New Executive Committee 2019-2022

Posted by glaofna on May 7, 2019

5-મે-2019

ઍકેડેમીના બંધારણ પ્રમાણે દર ત્રણ વરસે સાત સભ્યોની એક નવી કાર્યવાહી સમિતિ (Executive Committee) ચૂંટવાની હોય છે. 2019ના આ વર્ષની ચૂંટણીના Election Commissioner ડૉ. સુનિલ શાહની દેખરેખ નીચે ત્રણ વરસની મુદત માટે બીન-હરીફ ચૂંટાયેલી નવી કાર્યવાહી સમિતિ આ પ્રમાણે છેઃ

પ્રમુખ          રામ ગઢવી
ઉપ-પ્રમુખ   આશિષ દેસાઈ
મંત્રી            જસવંત મોદી
ખજાનચી     ગૌરાંગ મહેતા
સભ્ય           ગીની માલવિયા
સભ્ય           હરીશ રાવલિયા
સભ્ય           ડૉ. કુસુમ શાહ

સાત સભ્યોની આ ચૂંટાયેલી સમિતિની નિમણૂક 1-જૂન-2019થી 31-મે-2022 સુધી અમલમાં રહેશે. આ ઉપરાંત બંધારણમાં બે વધુ સભ્યોને નીમવાની (co-opt કરવાની) જોગવાઈ છે જેમનાં નામ આ પછી જણાવશું.

2019ની ચૂંટણીનું પરિણામ જાહેર કરતો ડૉ. સુનિલ શાહનો પત્ર જોવા આ સાથેની attachment ખોલશો.

નવી સમિતિની રાહબરી નીચે આવતાં ત્રણ વર્ષમાં ઍકેડેમી વધુને વધુ પ્રવૃત્તિ કરી શકે એ માટે આપ સહુનાં શુભેચ્છા અને સહકાર માગીએ છીએ. ઍકેડેમીની પ્રવૃત્તિને લગતાં આપનાં કોઈ પણ સૂચનો રામ ગઢવીને ramgadhavi@glaofna.com પર ઈ-મેઇલથી મોકલવા વિનંતિ છે.

નવી કાર્યવાહી સમિતિ વતી,
રામ ગઢવી

Election Commissioner's letter - c

 

Posted in Uncategorized | 2 Comments »