Gujarati Literary Academy of N.A.

The Big Idea is to Promote Gujarati Literature

Archive for February, 2010

હિરેન માલાણીની દુ:ખદ વિદાય

Posted by ઊર્મિ on February 25, 2010

મિત્રો,

એક ખાસ મિત્રની વિદાયના દુઃખદ સમાચાર આપને પહોંચાડવા પડે છે.

હિરેન માલાણી – વ્યવસાયે સ્થપતિ, દિલથી કલાકાર-અદાકાર અને વર્તને કંઈકના મિત્રોત્તમ એવા આ યુવાન – કૅન્સરના ઘાતકી પંજામાં ઝડપાઈને ૨૦ ફેબ્રુઆરી, ૨૦૧૦ની વહેલી સવારે આપણને છોડી ગયા છે. ગયા વરસે ઑસ્ટ્રૅલીઆની સફર દરમ્યાન અચાનક એ જીવલેણ બીમારીએ દેખા દીધેલી એવું સ્મરણ છે. હજી તો એમનાં પ્રભુતામાં પગલાં ક્યારે મંડાય એની મિત્રો સ્નેહપુર્વક રાહ જોતાં અને ટીખળ કરતાં હતાં ત્યાં તો એ મોટા ગામતરે ચાલી નીકળ્યા.

ગુજરાતી લિટરરી ઍકેડેમીની કાર્યવાહક સમિતિના એક વારના સભ્ય તરીકે અને પછી પણ એમણે આપેલા સક્રિય સહકારને આજે લાગણીથી યાદ કરીએ છીએ. એમનાં કુટુંબીજનોને પડેલી મોટી ખોટ માટે અમારી દિલસોજી વ્યક્ત કરીએ છીએ.

અલવિદા, હિરેનભાઈ!

ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકાની
કાર્યવાહક સમિતિના બધા જ સભ્યો વતી,

રામ ગઢવી

Posted in સમાચાર | Comments Off on હિરેન માલાણીની દુ:ખદ વિદાય