Gujarati Literary Academy of N.A.

Ram Gadhavi, 4 Ales Place, Wayne, NJ 07470 * ramgadhavi@glaofna.com

Happy New Year – 2012 !

Posted by ઊર્મિ on January 11, 2012

આપનું ગત વર્ષ આનંદમાં ગયું હોય

અને

આજે શરુ થયેલું ઈસુનું ૨૦૧૨મું વરસ આપને સુખરૂપ રાખે

અને દરેક  વાતમાં કામયાબી આપે

એવી અમારી હાર્દિક શુભેચ્છાઓ સ્વીકારશો. 

રામ ગઢવી

ચંદુ શાહ, ડૉ.જયેશ શાહ, ગૌરાંગ મહેતા

મનુ ધોકાઈ, ડૉ. દર્શના ઝાલા, રોહિત પંડ્યા, જસવંત મોદી, મોના નાયક

(કાર્યવાહી સમિતિ, ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા)

Posted in પ્રકીર્ણ | 1 Comment »

અભિનય-સમ્રાટ શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી સાથે એક સાંજ… શનિવાર, ૧ ઑક્ટોબર ૨૦૧૧, એડિસન, ન્યુ જર્સી

Posted by ઊર્મિ on September 26, 2011

ગુજરાતી  લિટરરી  ઍકેડેમી  ઓફ  નોર્થ  અમેરિકા

TV Asia નાં સહયોગથી

રજૂ કરે છે…

અભિનય-સમ્રાટ

શ્રી ઉપેન્દ્ર  ત્રિવેદી

સાથે એક સાંજ…

અનેક અવિસ્મરણીય નાટકો અને ચલચિત્રોના દિગ્દર્શક અને અદાકાર

શ્રી ઉપેન્દ્રભાઈએ ગુજરાતી સાહિત્યના કંઈ કેટલાય પાત્રોને

રંગભૂમિ અને  રૂપેરી પરદા પર સજીવન કર્યા છે.

સાહિત્યની અસામાન્ય સમજ ધરાવનાર અને અસ્ખલિત વહેતી વાણીના માલિક આ કલાકાર

આ કાર્યક્રમમાં એમના જીવન અને કાર્ય વિશે વાર્તાલાપ આપશે.

 

દિવસ : શનિવાર, ૧ ઑક્ટોબર ૨૦૧૧

સમય : બપોરે બરાબર ૩:૦૦ થી 6:00 વાગ્યા સુધી

સ્થળ : TV  Asia Auditorium, 76 National Road, Edison, NJ

 

કાર્યક્રમ વિશે માહિતી

રામ ગઢવી ૯૭૩-૬૨૮-૮૨૬૯
રોહિત પંડ્યા  ૭૧૮-૭૦૬-૧૭૧૫

          Driving Directions to TV Asia Auditorium, 76 National Road, Edison, NJ (Ph 732-650-1100)

·         NJ Turnpike to exit 10

·         Take I-287 North

·         Exit 2-B to Rte. 27 South

·         Past a couple of traffic lights, right on Talmadge Road

·         Go about ½ mile, turn right on National Road

·         About ¼ mile to TV Asia building on your left

Posted in કાર્યક્રમ, સમાચાર | 2 Comments »

સર્જકો સાથે સાંજ

Posted by ઊર્મિ on September 9, 2011

ગુજરાતી  લિટરરી  ઍકેડેમી  ઓફ  નોર્થ  અમેરિકા

રજૂ કરે છે

સર્જકો સાથે સાંજ

 

અમેરિકામાં વસીને લખતા ગુજરાતી સર્જકોને પ્રોત્સાહન આપવા

ઍકેડેમી ફરી એક વાર આ કાર્યક્રમ યોજી રહી છે.

 

આ કાર્યક્રમમાં

પન્ના નાયક, ચંદ્રકાંત શાહ (બોસ્ટન), અશોક વિદ્વાંસ, ચંદ્રકાંત દેસાઈ

અને બીજા સર્જકો પોતાની કૃતિઓ રજૂ કરશે.

 

દિવસ : રવિવાર, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૧

સમય : બપોરે બરાબર:૦૦ વાગે

સ્થળ : TV Asia Auditorium, 76 National Road, Edison, NJ

સંચાલન :હરનિશ જાની

તાજી સ્વરચિત કૃતિ રજૂ કરવા ઇચ્છતા સર્જકે સંચાલકનો નીચે મુજબ સંપર્ક કરવોઃ

ફોનઃ ૬૦૯-૫૮૫-૦૮૬૧ (ઘર)    ૬૦૯-૫૭૭-૭૧૦૨ (સેલ)

ઈ-મેઇલ : harnish5@yahoo.com

 

કાર્યક્રમ વિશે માહિતી

રામ ગઢવી  ૯૭૩-૬૨૮-૮૨૬૯              રોહિત પંડ્યા  ૭૧૮-૭૦૬-૧૭૧૫

 

          Driving Directions to TV Asia Auditorium, 76 National Road, Edison, NJ (Ph 732-650-1100)

·         NJ Turnpike to exit 10

·         Take I-287 North

·         Exit 2-B to Rte. 27 South

·         Past a couple of traffic lights, right on Talmadge Road

·         Go about ½ mile, turn right on National Road

·         About ¼ mile to TV Asia building on your left

Posted in કાર્યક્રમ, સમાચાર | Comments Off

પ્રકાશ-વિમર્શ પર્વ કાર્યક્રમનો અહેવાલ… પ્રવિણ પટેલ ‘શશી’ દ્વારા

Posted by ઊર્મિ on June 18, 2011

Prakaash-Vimarsh-parv-article_GLA

Posted in કાર્યક્રમ, સમાચાર | Comments Off

પ્રકાશ-વિમર્શ પર્વ – જૂન 11, 2011

Posted by ઊર્મિ on June 3, 2011

ગુજરાતી  લિટરરી  ઍકેડેમી  ઓફ  નોર્થ  અમેરિકા

સહર્ષ યોજે છે…

 

પ્રકાશ-વિમર્શ પર્વ

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા પ્રકાશિત થયેલા

પ્રો. મધુસૂદન કાપડિયાના વિવેચન ગ્રંથ

‘અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો’

વિશે વિચાર-વિમર્શ અને આસ્વાદ-ઉહાપોહ કરવા માટે

ઍકેડેમીના સભ્યો અને સહૃદયોને હાર્દિક નિમંત્રણ છે.

 

સંચાલન : પન્ના નાયક

પ્રાસંગિક : રામ ગઢવી

સર્જકનું નિવેદન : મધુસૂદન કાપડિયા

પુસ્તકમાં સમાવેલ કેટલાક સર્જકોના પ્રતિભાવોઃ નટવર ગાંધી, હરનિશ જાની, અશરફ ડબાવાલા,

પન્ના નાયક, સુચિ વ્યાસ, આર. પી. શાહ, ચન્દ્રકાંત શાહ, ભરત શાહ, રાહુલ શુક્લ

*

આલોચનાની આલોચના : અતિથિવિશેષ કવિ શ્રી સિતાંશુ યશશ્ચન્દ્ર

સૌજન્ય : દામિની અને ગિરીશ સોની

સહૃદયોના સવાલો અને ટિપ્પણીઓ : મધુસૂદન કાપડિયા

*

 દિવસ : શનિવાર, જૂન 11 , 2011    *     સમય : બપોરે બરાબર 4:00 વાગે

સ્થળ : ટીવી એશિયા ઑડિટોરિયમ, 76 National Road, Edison, NJ

 

કાર્યક્રમ વિશે વધુ માહિતી :

રામ ગઢવી 973-628-8269 * ચન્દુ શાહ 781-983-4941 * જયેશ શાહ 973-812-0565

ગૌરાંગ મહેતા 973-633-9348 * દર્શના ઝાલા 484-380-3160 * મનુ ધોકાઈ 703-731-8545

રોહિત પંડ્યા 718-706-1715 * મોના નાયક 973-471-5344 * જશવંત મોદી 973-968-0867

*

આ કાર્યક્રમ એકેડેમીનાં સભ્યો અને આમંત્રિત મહેમાનો પૂરતો જ મર્યાદિત છે…
સભ્ય બનવા માટે અહીં ક્લિક કરો : ઍકેડેમીના સભ્ય બનવાનું ફોર્મ

*

Directions to TV Asia 76 National Road, Edison, NJ :

  • NJ Turnpike to exit 10
  • Take I-287 North
  • Exit 2-B to Rte. 27 South
  • At third traffic light, right on Talmadge Road
  • Go about ½ mile, turn right on National Road
  • About ¼ mile to TV Asia building on your left

Posted in કાર્યક્રમ, સમાચાર | Comments Off

‘શબ્દને સથવારે’ કાર્યક્રમનો અહેવાલ…પ્રવિણ પટેલ ‘શશી’ દ્વારા

Posted by ઊર્મિ on June 3, 2011

GLA-NJ-pgm-Article

Posted in સમાચાર | Comments Off

‘શબ્દને સથવારે’ કાર્યક્રમ… મે 14મીએ ન્યુ જર્સીમાં.

Posted by ઊર્મિ on April 13, 2011


Posted in કાર્યક્રમ, સમાચાર | 2 Comments »

શ્રી વર્ષા અડાલજા સાથે વાર્તાલાપ

Posted by ઊર્મિ on October 1, 2010

ગુજરાતી  લિટરરી  ઍકેડેમી  ઓફ  નોર્થ  અમેરિકા

સહર્ષ રજૂ કરે છે

વાર્તાલાપ :

શ્રી ગુણવંતરાય આચાર્ય

સંઘર્ષ અને સર્જન

સવાસો નવલકથા, વીસ વાર્તાસંગ્રહો, પચાસેક અન્ય પુસ્તકો અને ખાસ તો એમની દરિયાઈ નવલકથાઓથી ઉત્તમ લેખકોમાં ગૌરવભર્યું સ્થાન મેળવનાર

પોતાના સમર્થ લેખક-પત્રકાર પિતા અને એમના સર્જન પર આ વાર્તાલાપ આપશે

૨૦૧૦નાં આપણાં આમંત્રિત સાહિત્યકાર

શ્રી વર્ષા અડાલજા

દિવસ : રવિવાર, ઑક્ટોબર ૩, ૨૦૧૦

સમય : બપોરે બરાબર:૦૦ વાગે

સ્થળ : TV Asia Auditorium, 76 National Road, Edison, NJ

કાર્યક્રમ વિષે માહિતી

રામ ગઢવી ૯૭૩-૬૨૮-૮૨૬૯ |   રોહિત પંડ્યા  ૭૧૮-૭૦૬-૧૭૧૫

Driving Directions to TV Asia Auditorium, 76 National Road, Edison, NJ (Ph 732-650-1100)

  • NJ Turnpike to exit 10
  • Take I-287 North
  • Exit 2-B to Rte. 27 South
  • Past a couple of traffic lights, right on Talmadge Road
  • Go about ½ mile, turn right on National Road
  • About ¼ mile to TV Asia building on your left

Posted in કાર્યક્રમ, સમાચાર | 1 Comment »

ગુજરાતી લિટરરી એકેડેમીનું સાતમું સાહિત્ય સંમેલન… ટૅમ્પા-ફ્લોરિડામાં.

Posted by ઊર્મિ on August 1, 2010

મિત્રો, ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા (GLA) દ્વારા દર બે વરસે એક સાહિત્ય સંમેલન યોજાય છે.  આ વરસે ટૅમ્પા-ફ્લોરિડામાં સપ્ટેમ્બર ૧૭-૧૮-૧૯, ૨૦૧૦ દરમ્યાન યોજાનાર સાતમા સાહિત્ય સંમેલનની જાહેરાત કરતાં અમને ઘણો જ આનંદ થાય છે.  શ્રી નિરંજન ભગત, શ્રી ભોળાભાઈ પટેલ અને શ્રી વર્ષા અડાલજા જેવા ઘણાં નામાંકિત સર્જકોના સાંનિધ્યમાં સાહિત્ય-ચર્ચા માણવાની આ તક દરેક સાહિત્યપ્રેમી ઝડપી લેશે એવી આશા રાખીએ છીએ.

વધુ માહિતી મેળવવા નીચેની લિંક જોઈ લેશો:

  • સંમેલનનો પ્રાથમિક કાર્યક્રમ
  • સંમેલન રજિસ્ટ્રેશન ફોર્મ અને ઍકેડેમીના સભ્ય બનવાનું ફોર્મ
  • જરૂરી ફોર્મ આપના પ્રિંટર પર છાપી અને વહેલામાં વહેલી તકે રજીસ્ટ્રેશન મોકલી આપવા વિનંતી છે.

    વધુ માહિતી મળ્યે અહીં જરૂરથી મૂકતા રહીશું અને સંમેલનમાં જરૂર મળીશું એવી આશા સહ…

    ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા

    Posted in કાર્યક્રમ, સમાચાર | Comments Off

    સ્વર્ણિમ ગુજરાત નિમિત્તે GLA દ્વારા યોજાયેલી એક અત્યંત સફળ યાદગાર ઘટના

    Posted by ઊર્મિ on July 16, 2010

    આપ સૌને જાણ હશે જ કે સ્વર્ણિમ ગુજરાત નિમિત્તે જુલાઈની 3જી થી 11મી સુધી પરમ પૂજ્ય શ્રી મોરારીબાપુની રામકથાનું આયોજન રેરીટન સેંટર, એડિસન, ન્યુ જર્સી ખાતે કરવામાં આવ્યું હતું.  માત્ર પાંચ અઠવાડિયામાં ગુજરાતી લિટરરી એકેડેમી દ્વારા શ્રી રામ ગઢવીનાં નેતૃત્વ હેઠળ શિઘ્ર યોજાઈ ગયેલી આ રામકથા દરમ્યાન જુલાઈની 5મી થી 10મી સુધી રોજ સાંજે સાહિત્યીક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.   આ રામકથા ખૂબ જ સુંદર રીતે પરિપૂર્ણ થઈ હતી અને સાંજ વેળાનાં તમામ કાર્યક્રમો પણ અત્યંત સફળ રહ્યા હતા.  રામકથા દરમ્યાન તેમ જ સાંજનાં કાર્યક્રમોનું સંચાલન અંકિત ત્રિવેદી અને ચંદ્રકાંત શાહે મળીને ખૂબ જ સુંદર રીતે કર્યુ હતું.

    લોકસંગીતનાં કાર્યક્રમનું સંચાલન શ્રી બળવંતભાઈ જાનીએ એમની શૈલીમાં સરસ રીતે કર્યું હતું. સુગમ સંગીતનો કાર્યક્રમ પણ ખૂબ જ સુંદર રહ્યો હતો.  કવિસંમેલનનું સંચાલન ચંદ્રકાંતભાઈએ એમની અદાથી કર્યું હતું જેમાં અંકિતે પણ એમને સાથ આપ્યો હતો.  ‘મરીઝથી મેઘાણી સુધી’ કાર્યક્રમમાં પ્રવચન-પઠન અને સંગીતનો સુમેળ ખૂબ જ અસરકારક રહ્યો હતો.  ગરબા-રાસમાં પણ લોકોને ખૂબ જ મજા આવી હતી.  આખા કાર્યક્રમનું આયોજન કરવામાં GLAને ઘણા લોકો અને સંસ્થાઓએ સાથ આપ્યો હતો, જેને માટે GLAનાં પ્રમુખ અને કમિટી સભ્યો સૌનો ખૂબ જ આભાર માને છે.

    શ્રીરામકથા અને સાંજનાં કાર્યક્રમોને સુંદર, સફળ અને એક યાદગાર ઘટના બનાવવામાં શ્રી સુનીલ નાયકનો ફાળો પણ ખૂબ જ મહત્ત્વનો રહ્યો હતો… રામકથાનાં છેલ્લા દિવસે રામકાકા અને સુનીલભાઈને એકબીજાને મિઠાઈ ખવડાવીને સમગ્ર કાર્યક્રમોની સફળતાની ખુશી પ્રગટ કરી હતી.

    * * *

    Posted in કાર્યક્રમ, સમાચાર | 6 Comments »

     
    Follow

    Get every new post delivered to your Inbox.

    Join 67 other followers